________________
( ૪ ) સ્થાનમાં મળતા આવે એવા પૂજાવિધિ સ્વીકાર્યા. બંનેએ પિતાના ધર્મસ્થાપકને એક જ પ્રકારનાં (અહંત, બુદ્ધ, જિન) નામ આપ્યાં, એક જ પ્રકારનાં સન્દર્ય તેમને આપ્યાં અને એક જ પ્રકારનાં ચિહથી તેમને અલંકૃત કર્યા, આ બધી વસ્તુસ્થિતિથી હ્યુએનસ્યાંગ પણ આશ્ચર્ય પામેલો. બંને અમુક ચક્રવર્તીએને સ્વીકારે છે ને તેમનાં સરખા જ પ્રકારનાં ગુણોનું આરોપણ કરે છે. વળી બંને અહિંસાના સિદ્ધાન્તને તીવ્ર બનાવે છે અને નૈતિક આજ્ઞાઓ પણ સરરૂપે આપે છે; બંનેના સંઘમાં સાધુ અને સાધ્વી મહત્વનાં અંગ મનાય છે. વળી વધારે સમાનતાસૂચક તે એ વાત છે કે બંને ધર્મના સંસ્થાપક–મહાવીર અને બુદ્ધ-સમકાલિન હતા, બંનેએ એક જ પ્રદેશમાં-બિહારમાં ઉપદેશ શરૂ કર્યો હતો, એ બંનેના જીવનચરિતમાં એક ને એક સ્થાનને અને માણસને ઉલેખ આવે છે, એ બે પુરૂષનાં સંબંધમાં જે જે મનુષે આવેલા, તેમનાં નામ પણ એક જ પ્રકારનાં છે, કારણ કે મગધના ક્ષત્રિમાં તે કાળે તેજ પ્રકારે નામ પાડવામાં આવતાં (મહાવીરના પિતાનું નામ સિદ્ધાર્થ હતું અને તેજ નામ બુદ્ધનું તેમની કુમારાવસ્થામાં હતું; મહાવીરની પત્નીનું નામ યશોદા હતું, બુદ્ધની પત્નીનું નામ યશોધરા હતું.)
આ બધાં સ્થળની ને સમયની, કેટલાક સિદ્ધાન્તની, સામાજિક બંધારણની અને બીજી કેટલીક બાહ્ય સમાનતાઓ ઉપરથી ભૂલા ખાવાને નથી, એ બેમાં મૈલિક ભેદ છે તે વિચારવા જોઈએ. એ બેના ધાર્મિક ગ્રંથે જુદા છે, ઇતિહાસ જુદે છે, કથાઓ જુદી છે, એટલું જ નહિ, પણ ધાર્મિક સિદ્ધાંતે પણ જડમૂળથી કેવળ જુદા છે. બ્રાહ્મણધર્મની પેઠે જૈનધર્મ પણ શાશ્વત અલૈતિક જીવનું અસ્તિત્વ માને છે અને માને છે કે જ્યાં સુધી એ યુગલના બંધનમાં હોય છે ત્યાં સુધી સંસારમાં રખડે છે. બંને મુખ્ય સિદ્ધાંત તે એ છે કે કઈ પ્રમુ–કઈ જીવ છે જ નહિ. જેને આત્મા, અહમ અથવા જીવ રૂપે જાણીએ છીએ એ કઈ શાશ્વત પદાર્થ નથી, પણ ક્ષણિક ધર્મોને સન્તાન છે, એક ક્ષણે ઉત્પન્ન થનારી ને બીજી ક્ષણે નાશ પામનારી વિવિધ