________________
( ૪૫૯ )
એ સમ્પ્રદાય વિષે પણ શાસ્ત્રીય સ ંશાધન થાય ત્યારપછી જ કંઈક સ્પષ્ટતાએ કહી શકાય. રાજપુતાનામાં અલખગીરના સમ્પ્રદાચ છે; તે સમ્પ્રદાયના સંસ્થાપક લાલગીર હતા; સર જી. ગ્રીષ્મસન કહે છે કે તે સમ્પ્રદાયમાં અને જૈનધર્મીમાં ઘણીક વાતા સમાન છે.૧૩ તેના સ ંશોધનની પણ જરૂર છે. વર્તમાનકાળમાં પણ જૈનોએ હિન્દુઓના આધ્યાત્મિક જીવન ઉપર છાપ પાડી છેઃ જે, એન. ફ્હાર ( J. N. Furguhar ) જણાવે છે૧૪ કે આ સમાજના સંસ્થાપક યાનંદ સરસ્વતીના ( ૧૮૨૪–૧૮૮૩) જન્મ સ્થાન ટંકારિયામાં ( કાઠિયાવાડ ) સ્થાનકવાસીઓનું પરિખળ હતુ અને ઘણું કરીને એ સમ્પ્રદાયની અસરથી જ દયાનંદ મૂર્તિપૂજાના ઉચ્છેદવાને પ્રેરાયા હતા; ભારતપ્રજાના નેતા મેહનદાસ કરમચંદ ગાંધીએ અહિંસાત્મક સત્યાગ્રહના સિદ્ધાન્ત પ્રકટ કર્યા તેમાં પણ જૈનભાવનાની અસર સ્પષ્ટ છે. ગાંધી જો કે જન્મ વૈષ્ણવ છે, પણ પાતાની યુવાવસ્થામાં જૈનધર્માંની ગંભીર છાયામાં આવ્યા હતા. અભ્યાસ કરવાને એ ઇંગ્લેંš જતા હતા, ત્યારે જતા પૂર્વે જૈનસાધુ એચરજીને હાથે પેાતાનાં માતાની સમક્ષ માંસ-મદિરા અને નારીના સ્પર્શ નહિ કરવાની એમણે પ્રતિજ્ઞા લીધી હતી.૧૫
જૈનધર્મ અને બાધ
યુરેાપમાં જૈનધર્મ વિષે પ્રથમ જાણ થઈ ત્યારથી, તે ધમ અને ધર્મ વચ્ચે કઇ ઐતિહાસિક સમ્બન્ધ છે કે નહિ ? એ પ્રશ્નને જૈનધમ ના અભ્યાસ કરનારા સર્વે સ ંશાધકાને મુંઝવી મૂકયા હતા. જૈન! પાતે માને છે કે એક પતિત જૈનસાધુએ બૌદ્ધધની સ્થાપના કરી હતી. એક કથા પ્રમાણે પાર્શ્વનાથના એક અનુચાયી સાધુ બુદ્ધકીર્તિ સરયૂ નદીને તè તપ કરતા હતા; એ જ્યાં બેઠા હતા ત્યાં એક મરેલી માછલી તણાઇ આવતી એણે જોઈ. એ ઉપરથી એને વિચાર આવ્યે કે એ માછલીમાં જીવ નથી તેથી એને ખાવામાં દોષ નથી અને ખાઈ ગચે. આ આચારથી વિચ્છેદનુ કારણ ઉભું થયું ને તેમાંથી ઔદ્ધધર્મની સ્થાપના થઇ.