________________
(૪૨૪ ) જન્મ ને લગ્ન વચ્ચેને સૌથી મહત્વને સંસ્કાર ઉપનયન સંસ્કાર છે, બાળકને ગુરુ પાસે મોકલવાને એ સંસ્કાર છે. ઉપરના ત્રણ વર્ણના કુમારેને જ આ સંસ્કાર કરવામાં આવે છે. બ્રાહ્મણને ગર્ભાધાન પછી ૮ મે વર્ષે, ક્ષત્રિયને ૧૦ મે અને વૈશ્યને ૧૨ મે વર્ષે આ સંસ્કાર કરવામાં આવે છે. શુદ્રને આ સંસ્કાર કરવામાં આવતું નથી. બાળકને ઉપવિત પહેરાવવું એ આ સંસ્કારમાં મહત્વનું અંગ છે. આ સંસ્કારની ધાર્મિક ક્રિયાઓ શરૂ થાય તે પહેલાં બાળકને સ્નાન કરાવે છે, પછી તેને શરીરે તૈલમર્દન કરાવે છે. સંસ્કાર કરવાને દિવસે બાળકના વાળ ઉતારી દે છે. ઘર આગળ વેદી રચીને તેની ઉપર જિનપ્રતિમા પધરાવે છે. મંત્ર ભણું વેદીની પ્રદક્ષિણા કર્યા પછી બાળકની પાસે અમુક ક્રિયા કરાવે છે. ત્યારપછી તે બાળક ગુરૂને પગે લાગે છે ને કહે છે કે “ગુરૂદેવ ! હું વર્ણવિનાને, સમ્યફ ચારિત્ર વિનાને, મંત્ર વિનાને, જ્ઞાન વિનાને, ધર્મ વિનાને, શુદ્ધિ વિનાને, બ્રા વિનાને છું; દેવે, કષિઓ, પિતૃઓ અને અતિથિઓ એટલે કે સાધુઓ પ્રતિના મારા ધર્મ મને શીખવો.” અમુક મંત્ર ભણતાં ભણતાં ગુરૂ તેને મુંજનું ને સાથે બીજુ ઉપવિત ધારણ કરાવે છે. તે બીજું ઉપવીત બ્રાહ્મણને સોનાનું અને ક્ષત્રિયને તથા વૈશ્યને કપાસ ( સુતર ) નું હોય છે. ત્યારપછી તેના કાનમાં ત્રણ વાર પંચપરમેષ્ટી મંત્ર ભણે છે અને પછી તેને બ્રહ્મચારી બનાવવાની ક્રિયા કરે છે. એ કિયામાં તેને વલ્કલ પહેરાવે છે અને હાથમાં પલાશકાષ્ટને દંડ આપે છે. પછી ગુરૂ એને પોતે ધારણ કરવાના ધર્મ અને વ્રત શીખવે છે. અને એણે ભિક્ષા માગવા જવાનું હોય છે, કેટલાક જૈનોને ઘેર એ ભિક્ષા માગવા જાય છે ને ત્યાંથી ભિક્ષા પ્રાપ્ત કરે છે.
બ્રહ્મચારીએ વિદ્યાભ્યાસ કરવાને અમુક કાળ સુધી ગુરૂપાસે રહેવાનું હોય છે. વધારેમાં વધારે બ્રાહ્મણે ૮માથી ૧૬મા વર્ષ સુધી, ક્ષત્રિયે ૧૦માથી ૧૬મા વર્ષ સુધી અને વૈશ્ય ૧૨માથી ૧૬મા વર્ષ સુધી રહેવું જોઈએ. પણ આજે એટલે લાંબા સમય સામાન્ય રીતે વિદ્યાભ્યાસમાં ગળાતું નથી, આજે