________________
( ૪૦૦) રચનાને સમયે તે મૂર્તિપૂજા સામાન્ય રીતે પ્રચલિત હતી, એટલે એ ઉપરથી એમ કંઈ સિદ્ધ થઈ શકે નહિ કે મૂર્તિપૂજા જૈન ધર્મના અતિ પ્રાચીન કાળમાં હતી. શાસ્ત્રગ્રન્થમાં પણ એથી વધારે મળી શકતું નથી. વેતામ્બરના જે ધર્મગ્રન્થો અત્યારે મળી આવે છે એ તે એમની કથા પ્રમાણે વીર સંવત ૯૮૦ પછી લખાયેલ છે. તીર્થકર પછી આશરે એક હજાર વર્ષે એ રચાયેલા (લખાયેલા) ને એ હજાર વર્ષમાં તે અનેક ફેરફાર થવાને કારણે મળેલાં છે.
વળી એ પણ નવાઈ જેવું છે કે જે સ્થળે મૂર્તિપૂજા વિષેના ઉલ્લેખની તમે આશા રાખી શકે એ સ્થળે પણ એ વિષે કંઈ ઉલ્લેખ નથી, જે કે કઈ કઈદેવાલયોમાં ને દેવમૂતિઓ ઉપર એવા ઉલ્લેખ છે. કેટલેક સ્થળે તીર્થકરની પૂજા વિષે ઉલ્લેખ છે, પણ તેમની પૂજામાં જે જે ક્રિયાઓ કરવાની તે વિષે કશા ઉલ્લેખ નથી. શાસ્ત્રોમાં જે જે સ્થળોએ મા અને વિશ્વ વિષેના ઉલ્લેખ છે તેનું સંશોધન કરવાથી તેમાં ઐતિહાસિક કમભેદ જણાઈ આવે છે. પણ જ્યાંસુધી આ વાતને નીકાલ થઈ શકે નહિ ત્યાંસુધી મૂર્તિપૂજાની પ્રાચીનતાના પ્રશ્નનો સંતોષજનક ખુલાસો થઈ શકે નહિ.
મૂર્તિનિર્માણ શિલ્પના ઈતિહાસમાં જેનોએ શે ભાગ ભજવ્યું છે એ પ્રશ્ન ભરતખંડની કળાના સંશોધનમાં મહત્વને અને તેથી સર્વ સામાન્ય છે. મૂર્તિપૂજક જૈન માને છે કે મૂર્તિપૂજા સૌથી પ્રથમ જૈનોએ જ સ્થાપેલી અને બીજા ધર્મસમ્પ્રદાને એમણે જ શીખવેલી. મૂર્તિવિરોધક હિન્દુ સુધારકે એ જ મત આપે છે અને એ તે એમ કરીને જેનો ઉપર નાસ્તિકતાને ને ધર્માભાવને આરેપ કરે છે. પણ ત્યારે સ્થાનકવાસીઓ એમ કહે છે કે હિન્દુઓની મૂર્તિપૂજામાંથી જૈનો મૂર્તિ પૂજતા થયા. ઘણાખરા યુરોપિયન સંશોધકેનું પણ એમ માનવું છે કે તીર્થકરોની મૂર્તિનું નિર્માણ અને પૂજા પ્રાચીન સાધુસંઘમાં નહતી, અને શ્રાવકેની આવશ્યક્તાને કારણે જ બીજા ધર્મસંઘને અનુસરીને ખ્રિસ્તિસનના આરંભ પૂર્વે ઉત્પન્ન થઈ. ભરતખંડના કલાવિધાનમાં જૈનોએ મહત્ત્વને ભાગ ભજવ્યું છે એ વાત સાચી