________________
( ૨૪. ) -
(વયુડ ) પ્રામમાં જન્મ પામ્યા હતા. કથા પ્રમાણે એમના પિતા પ્રતાપી રાજા હતા, અને પૂર્વ પ્રદેશના મહારાજાને બધે ભપકે એમના દરબારમાં હતું. પણ એ કથનમાં ઘણું અતિશયોક્તિ છે, અને વસ્તુસ્થિતિને ખુબ શણગારી દીધી છે; કારણ કે સિદ્ધાર્થ માત્ર મેટા જમીનદાર હતા અને ક્ષત્રિના સ્વાધીન તંત્રમંડળના પ્રમુખ હોવાથી રાજા કહેવાતા. પણ બેશક એમનું કુળ તો ઉંચું હતું જ, કારણ કે તેમનાં પત્ની ત્રિશા રાજકુળનાં હતાં. ત્રિશત્તા વૈશાઠીના રાજા વિના બેન હતાં, જેની પુત્રીનાં લગ્ન પાછળથી માધના પ્રતાપી રાજા ખ્રિસાર સાથે થયાં હતાં.
જે કુળ જાતિમાં મહાવીરનો જન્મ થયે હતું તે જાતિનું સંસ્કૃત નામ જ્ઞાત્રિ, પ્રાકૃત નામ નાથ (નાત) હતું, તે ઉપરથી તે કુળના પુરુષે જ્ઞાત્રિપુત્રા: (નાતyત્તા ) કહેવાતા. મહાવીરનું ગોત્ર rશ્યપ હતું.
મોટા ઘરના જુવાનીઆ જે રીતે પિતાની જુવાનીને સમય ગાળતા તેથી કંઈ જુદી રીતે વધર્માને પોતાની જુવાનીને સમય ગાળ્યો હોય એમ જણાતું નથી. એમણે સારા ઘરની સુન્દર કન્યા ચારા સાથે લગ્ન કર્યા હતાં અને તેનાથી એમને એક પત્રી મનીષજ્ઞા (ઝિયર્શના ) થઈ, તેનાં લગ્ન એક પ્રસિદ્ધ પુરૂષ નમતિ સાથે કર્યા હતાં અને તેને શેષવત( યશોમતી ) નામે પુત્રી જન્મી હતી.
પાર્શ્વનાથના સંપ્રદાયના હેવાથી વર્ધમાનનાં માબાપે ઉપવાસ કરીને દેહ ત્યાગ કર્યો તે વેળાએ મહાવીર ૨૮ વર્ષના હતા. પાર્શ્વનાથને વિધાન પ્રમાણે એમણે પણ સંસારત્યાગ કરવાની ઈચ્છા કરી, પણ કુટુમ્બજાના આગ્રહથી ઘેર રહ્યા. બે જ વર્ષ પછી પોતાના મોટાભાઈ નનિવવધનની અને પિતૃનગરના રાજમંડળની અનુમતિ લેઈ એમણે દીક્ષા લીધી. ઘરને ને સંસાર
- દિગમ્બર કથા પ્રમાણે તે મહાવીરે કદી લગ્ન જ નહોતું કર્યું અને જુવાનીમાં–લગભગ નાનપણમાં-સંન્યસ્ત ગ્રહણ કર્યું હતું. એમણે સંસારત્યાગ કર્યો ત્યારે પણ એમનાં માબાપ જીવતાં હતાં એ દિગંબર મત છે.