________________
(૨૮૬) એમના પછી ૪ થા ચક્રવર્તી સનસ્કુમાર સ્તિનાપુરના રાજા શ્વસેન અને તેની રાણે સવીને ત્યાં અવતર્યા. સર્વે કળા અને વિદ્યામાં એ નિપુણ થયા અને પિતાના મિત્ર મહેન્દ્રર્કિંદ સાથે મેટા થયા. એક સમયે વસન્તઋતુને એક સુન્દર દિવસે ચેડા જ વખત ઉપર પિતાને ભેટ મળેલા, પણ પિતાને ખબર નહિ એવી રીતની કુટેવવાળા ઘડા ઉપર બેસીને કીડા કરવા નીકળ્યા. ઘડે એમને એ અવળે રસ્તે લઈ ગયે કે એ પોતાના અનુચથી વિખુટા પડી ગયા અને માનસ સરોવર પાસે જઈ પહોંચ્યા. ત્યારપછી એમણે ઘણાં સાહસ ખેડ્યાં, અનેક યુદ્ધ કર્યા, અનેક સુન્દરીઓ સાથે લગ્ન કર્યા અને અનેક વિદ્યાધરને રાજપદે અભિષિક્ત થયા. છેવટે મહેન્દ્રસિંહ સાથે એમને મેળાપ થયે, અને એની સાથે પાછા ઘેર ગયા. તેમના પિતાએ દીક્ષા લીધા પછી એમણે ચક્રવર્તી થઈ રાજ્ય કર્યું. છ ખંડ પૃથ્વીનું રાજ્ય પાળ્યું અને સુખામૃતમાં સ્નાન કર્યું. જ્યારે એ વૃદ્ધ થયા ત્યારે બ્રાહ્મણનું રૂપ લઈને બે દેવ એમનું રૂપ જેવા એમની પાસે આવ્યા અને એમના પ્રખ્યાત શરીરસૌન્દર્યની પ્રશંસા કરવા લાગ્યા, છતાંયે એ તે સૂચવ્યું કે “તમારું શરીર હવે વ્યાધિપૂર્ણ થઈ ગયું છે.” આ વાતનું એમને પિતાને પણ ભાન થયું, ત્યારે સંસારથી એ વિરક્ત થયા અને દીક્ષા લીધી. સંસારવિલાસમાં જે અશુભ જીવન એમણે ગાળેલું તેને પરિણામે પાછળથી એમને અનેક રેગ થયા. જો કે એ રેગનું નિવારણ એ જાણતા હતા છતાંયે સાધુજીવનમાં એ સર્વે રેગ એમણે સહન કર્યા. અન્ત સમયે એમણે અનશન કર્યું ને સંમેતશિખર ઉપર ૩૦૦૦૦૦ વર્ષની ઉમ્મરે મરણ થતાં સનકુમાર સ્વર્ગમાં પુનર્જન્મ પામ્યા. ત્યાંથી પાછા એ મહાવિદેહ ક્ષેત્રમાં રાજા રૂપે અવતર્યા ને દીક્ષા લઈ નિર્વાણ પામ્યા.
૧૫ મા અને ૧૬ મા તીર્થંકરની વચ્ચેના કાળમાં ? પપમ સુધી તીર્થવ્યવદ ચાલ્યું. તીર્થકરે વચ્ચેના કાળને
આ છેલ્લો તીર્થવ્યવઢ હતો અને તે એકંદરે ૨૩ પઅમને હતે. શાંતિનાથ પછી એ તીર્થવ્યવદ થયે નહિ.