________________
( ) - અવસર્પિણી અને ઉત્સર્પિણી એકવારના પરિક્રમણે એક #ાઇવ થાય છે. સર્પિણીના ૬ યુગમાંના પ્રત્યેકને ઝાર કહે છે. કાળચક વિનાઆદિએ, વિના અન્ત એકને એક જ રીતે નિરન્તર ફર્યા જાય છે, અવસર્પિણી પછી ઉત્સર્પિણી અને ઉત્સર્પિણી પછી અવસર્પિણું આવ્યું જ જાય છે.
મનુષ્યલોકને ઇતિહાસ તે એ કાળચક્રના પરિક્રમણને ઈતિહાસ છે. પૃથ્વી ઉપર વિવિધ આરમાં શું બન્યું અને તે પૂર્વે શું બન્યું હતું એનું વર્ણન જૈન દાર્શનિકે આપે છે, વળી હવે કાળચક્ર ફરશે ત્યારે શું બનશે, આપણે વર્તમાનમાં દુષમામાં છીએ એ આરમાં હજીયે શું અશુભ બનવાનું છે, ત્યારપછીનામાં શું અશુભતમ બનવાનું છે અને ફરી પ્રવર્તતી ઉત્સપિ ણમાં ધીરે ધીરે શું શુભ બનતું જવાનું છે એ સ હકીકતે પિતાના સર્વજ્ઞ ગુરૂની સહાયતાએ વર્ણવે છે.
જૈન ગ્રન્થમાં બીજા આર વિષે સંક્ષિપ્ત જ વર્ણન છે, કારણ કે તેમાં મનુષ્યની સર્વ સામાન્ય સ્થિતિ હોય છે, પણ સુષમદુષમા ને દુષમસુષમા એ બે આરનું વર્ણન સવિસ્તર છે. આ બે આરમાં નિયમિત રીતે ૬૩ શલાકા પુરૂષ થાય છે અને જેનોના જગદિતિહાસમાં એ મધ્યબિન્દુએ છે. ૨૪ તીર્થ, ૧૨ વનવ, અને ૨૭ વીર ( ૯ પટેલ, ૯ વાવ અને ૯ પ્રતિવાદેવ ) એ રીતે ૬૩ શલાકા પુરૂષ છે. પ્રત્યેક સુષમદુષમામાં એકેક તીર્થકર અને એકેક ચકવતી થાય છે; બીજા બધા તીર્થકર, ચકવર્તી અને વીર દુષમસુષમામાં થાય છે અને બંને સર્પિણમાં એમ બંને છે
* આગળ જણાવી ગયા છીએ કે આ કાળચક્રનું પરિક્રમણ મધ્યલેકના ભરત ને ઐરવત ક્ષેત્રમાં જ પ્રવર્તે છે. બીજા ક્ષેત્રમાં તે અમુક આર
સ્થાયીભાવે પ્રવર્તે છે. બંને કુરુમાં નિરન્તર સુષમસુષમા, હરિવાસમાં અને રમકવાસમાં સુષમા, હૈમવતમાં અને હૈરણ્યવતમાં સુષમદુઃષમા, વિદેહમાં અને અંતરીપમાં દુષમસુષમાં પ્રવર્તે છે. ૩૯
ર બીજા વળી કેટલાક પુરૂષને શલાકા તરીકે ગણાવ્યા છે, તે રીતે તે એમની સંખ્યા એથી યે વધી જાય. એવા વધારેના શલાકાપુરૂષો આ પ્રમાણે