________________
(૧૧૧ ) ટીકા લખીને જ અટક્યા નથી, પણ એમણે બીજા મહત્ત્વના સ્વતંત્ર ગ્રન્થ પણ લખ્યા છે. પણ એ સમાં પ્રખ્યાત તે હરિભદ્ર હતા.
હરિભદ્ર બ્રાહ્મણ હતા અને એમણે સકળ વિદ્યાઓને અભ્યાસ કર્યો હતો. “હું જે કાંઈ ન જાણતે હેઉં તે જે કંઈ જાણતું હોય તેવા ગુરૂને શિષ્ય થાઉં” એવી એમની પ્રતિજ્ઞા હતી. એક વાર એમણે એક જૈનસાધ્વીને કંઇક શબ્દો બોલતી સાંભળી, પણ એને અર્થ હરિભદ્ર સમજી શક્યા નહિ. પૂછી જોતાં તે સાધ્વીએ એમને એ અર્થ જાણનાર ગુરૂને પત્તો આપે. હરિભદ્ર એ ગુરુ પાસે ગયા ને એમના ઉપદેશે જૈન થયા. પછી બધા શાસ્ત્રને અભ્યાસ કરીને એ મૂરિ થયા. એમના બે ભત્રિજા ઇંત અને મહંત એમના શિષ્ય થયા. બને એમના જ શાસ્ત્રોથી પરાજિત કરવાને માટે એ બે જણ બદ્ધસાધુને વેશ ધારણ કરીને, એમના મિથ્યાજ્ઞાનને અભ્યાસ કરવાને એક બૈદ્ધવિહારમાં ગયા. પિતાના સંઘમાં પેસી ગયેલા આ બે સાધુઓના સાચા ધર્મ વિષે શૈદ્ધોને શંકા થઈ ને તેમની કસોટી કાઢી જોવા બારણાને પગથીએ તીર્થકરની મૂર્તિ ચિતરી, એવી રીતે કે જેના ઉપર પગ મૂક્યા વિના બહારથી અંદર અવાય નહિ અને અંદરથી બહાર જવાય નહિ. એ બે વેશધારી જૈનોએ ખવડે મૂર્તિમાં ફેરફાર કરી નાખ્યો, (એટલે પછી એ જૈનમૂર્તિ રહી નહિ) અને એના ઉપર થઈને નિર્ભયતાએ ચાલતા થયા. પણ બૌદ્ધો વાત કળી ગયા અને હંસ તથા પરમહંસ નાસી ગયા, પણ ત્યાંના બૌદ્ધ રાજાની સેના એમની પાછળ પડી અને એમને મારી નાખ્યા. પિતાના શિષ્યને આ પ્રકારે નાશ થયાથી હરિભદ્ર એ બૌદ્ધવિહારના એકંદર ૧૪૪૪ સાધુઓને મારી નાખવાને નિર્ણય કર્યો અને તે માટે તેમને સૌને પિતાને જાદુબળે ઉકળતા તેલના કઢાયામાં બાળી નાખવા એવી ચેજના કરી, પણ આ યોજના એમના ગુરૂએ (કે એમની ધર્મમાતા સાધ્વીએ) વખતસર અટકાવી પાઈ. જે પાપ પતે કરવા તૈયાર થયા હતા તેને માટે હરિભદ્ર વિમાસવા લાગ્યા અને જૈનધર્મની સ્તુતિના ૧૪૪૪ ગ્રંથ લખ્યા. જેનધર્મ અને નીતિના ગ્રન્થ ઉપરાંત એમણે પિતાના સમયના વિવિધ ન્યાયસિદ્ધાન્ત વિષે પણ ગ્રન્થ લખ્યા,