________________
મારા તો ગચ્છ અને મત જુદા છે પરંતુ આમ ન વિચારે વીતરાગે તો આમ કહ્યું છે કોઈ વીરલ પુરુષ મહાવ્રત તથા અણુવ્રત તથા સમક્તિીધારી થશે. તથા કેવલજ્ઞાનમાં જોઈને એમ તો કહ્યું નથી કે અમુક ગચ્છ તથા ખડતર તથા બીજા ગચ્છ શુદ્ધ હશે અને બીજા મત અશુદ્ધ હશે. તો નામ દઈને ફલાણો ગચ્છ શુદ્ધ અને બીજો ગચ્છ શુદ્ધ નથી આવી પ્રરૂપણા કેવલી અને શ્રુત કેવલી, ૧૦ પૂર્વી વિના નિર્ણય કોણ કરી શકે ? જેમ જ્ઞાની કહે તે પ્રમાણ. છતાં મહાનિશીથ સૂત્ર ગચ્છાચાર પયન્ના તથા બીજા સૂત્રના પાઠો જોતાં આ મતોની આચરણા સૂત્ર વિરુદ્ધ દેખાય છે માટે તે કેમ સદહણામાં આવે ? પોત પોતાના ગચ્છને માને છે. બીજાને મતાવલંબી કહે છે. છતાં પરસ્પર વંદન કરે છે તથા કોઈક એમ પણ કહે છે— પક્ષપાતમાં કશો ગુણ નથી. શુદ્ધ દેવ ગુરુ ધર્મના સેવા કરવી ઉચિત છે. પરંતુ કુદેવ કુગુરુ કુધર્મને ત્યજવાનો મોહકર્મના ઉદયે જીવોને વિચાર નથી આવતો. શું કરે ? કર્મને વશ છે. તેઓના વશ નથી, તથા જો કોઈ જાણે પરંતુ બાલ્યાવસ્થાથી જ અનાદિ કાળનો જીવોને મિથ્યાત્વમોહ વળગી રહ્યો છે તે માટે છોડી શકતા નથી. તે જીવ અનાદિ-મિથ્યાત્વી છે કૃષ્ણપક્ષી છે, ઓઘદૃષ્ટિનો ધણી છે તથા એને અનંતા પુદ્ગલ પરાવર્ત કરવાના છે. તેને તો કેવલી મહારાજનો ઉપદેશ પણ લાગે નહિ. તો બીજાનું કહેવું શું ? લઘુકર્મી જીવ તો વાદળ જોઈને બુઝી ગયા. વૃષભ સ્તંભ તથા કંગનનો ખડખડાટ અને ઝાડ જોઈને બુઝી ગયા.
તથા તીર્થંકર, ગણધર તથા શુદ્ધ પૂર્વાચાર્યના ગ્રંથ ભણીને સૂત્ર તથા ગ્રંથની શૈલી, નય નિક્ષેપ, નિશ્ચય વ્યવહાર, ઉત્સર્ગ અપવાદે કરીને વાત સિદ્ધ કરવી જોઈએ તથા કોઈ આત્માર્થી પંડિત પુરુષ મળે તો પૂછીને નિશ્ચય કરવો, પરંતુ હટવાદમાં નહિ પડવું. આ વીતરાગની આજ્ઞા છે. પરંતુ જ્ઞાન વિના સાચું જુદું ન જણાય. કિં બહુના ?
આ માટે કોઈ શુદ્ધ પુરુષ આત્મ-ગવેષીની શોધ કરવી ઉચિત છે. મળે તો તેની સેવા કરવી, નહિ તો ઓઘથી વંદના કરવી. આ કાળમાં ભરત ક્ષેત્રમાં ભગવાનની આજ્ઞામાં જે જીવ હોય તો તેને મારી ત્રિકાલ વંદના થાઓ. વગેરે ચર્ચા ઘણી છે. પરંતુ જ્ઞાન વિના ન જણાય. વળી
મોહપત્તી ચર્ચા
૪૧