________________
ભોજક ચાર પાંચ ઘડી રાત ગયા પછી બધેય સાધુઓને કહી ગયો. મારી પાસે કોઈ આવ્યું નહિ. મને કંઈ ખબર પણ નહિ. દલપત શેઠને ખબર પડી ગઈ. તેમણે શેઠના પુત્ર મયાભાઈને બોલાવ્યા. બન્ને જણા મળીને પ્રેમાભાઈ શેઠની પાસે ગયા. શેઠને તેઓએ કહ્યું ડહેલાવાળા રતન વિજયજીએ ભોજક ફેરવ્યો છે. મોહપત્તિની ચર્ચા કરવાનું કહે છે. શેઠ બોલ્યા તે ચર્ચા પોતાના ડહેલામાં પડ્યા રહી ક૨શે. આપણે પણ જવું નહિ તથા મુલચંદ પણ નહિ જાય.
-
ત્યારે દલપતભાઈ તથા મયાભાઈ બન્ને બોલ્યા આ વાત તો નહિ બની શકે. જો મુલચંદ નહિ જાય તો કહેશે મુલચંદ જુઠો હતો માટે નથી આવ્યો. સાચો હોત તો અહીં આવીને ચર્ચા શા માટે ન કરે માટે તે ભોજકને બોલાવી અમારે ફરી નોતરું અપાવવું જોઈએ- સવારે બધા સાધુ સાધ્વી શેઠની ધર્મશાળામાં ભેગા થાય. મહોપત્તિની ચર્ચા થશે. ભોજકને પણ કહ્યું જે જે ઠેકાણે પહેલા કહ્યું છે તે તે ઠેકાણે ફરીથી કહી દેવું. રતન વિ. પાસે જઈને કહી દેવું. પોતાનો માણસ ભોજક સાથે આપ્યો બન્ને જઈ કહી આવ્યા. ત્યારે તેઓએ વિચાર્યું અમારે તો એમ પૂછવું હતું તમે મોહપત્તિ કાનમાં વ્યાખ્યાન સમયે નથી બાંધતા આનું શું કારણ છે ? જો ત્યાં કહેશે અમે નથી બાંધતા, બાંધવા વાળા બાંધે. આ વાતની શું ચર્ચા છે ? જેની શ્રદ્ધા કાનમાં બાંધવાની છે તે બાંધે છે. અમારી બાંધવાની શ્રદ્ધા નથી માટે અમે નથી બાંધતા. ત્યારે તેઓને અમે પૂછીશું ગચ્છમાં બધે મોહપત્તિ કાનમાં છેદ કરાવીને નાંખે છે પછી વ્યાખ્યાન કરે છે. તે સારું કામ કરે છે કે ભૂંડું કામ કરે છે ? જો તે કહેશે આ વાત સારી છે ત્યારે તેમને પૂછીશું સારી વાત છે તો તમારે પણ કરવી જોઈએ.
તમે પણ તપાગચ્છના છો. તમે પણ કાનમાં છેદ પડાવીને મોહપત્તિ બાંધીને વ્યાખ્યાન કરો. જો માની લેશે તો સારી વાત છે. આ ચર્ચાનું ઠેકાણું પડી જશે તો બીજી ચર્ચા પૂછીશું. જો તેઓ મોહપત્તિની વાત નહિ માની લે તો તેઓને નિહ્નવ તરીકે સ્થાપી દઈશું અને કહીશું અમદાવાદમાં આખા સંઘે તેઓને નિલવ તરીકે જાહેર કર્યા છે. શા માટે તેમ સ્થાપ્યા
છે ? તેઓ પૂર્વાચાર્યની ધારણા માન્યતા નથી માનતા. તેઓને શ્રી સંઘે
૩૫ *મોહપત્તી ચર્ચા