SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ થશે નહિ. આ માટે હું શહેરમાં જાઉં છું. પાછો થોડા દિવસ રહીને હું આવી જઈશ. મને મુલચંદે કહ્યું આપને કોણ બોલાવા આવશે ? દીક્ષા દઈને ચાલ્યા જશે. મુલચંદના કહેવાથી હું ત્યાં રહી ગયો. ત્યારે દીક્ષા આપવા રતન વિજેજી તથા મણી વિજેજી આવ્યા. દીક્ષા આપવાના સમયે અમને બોલાવવા આવ્યા. ત્યારે મુલચંદે મને કહ્યું આપ પધારો ત્યાં કંઈ ચર્ચા થોડી કરવી છે ? તેના કહેવાથી હું મુલચંદ વગેરે સાધુઓ ગયા. જે બાઈ દીક્ષા લેવા વાળી હતી તે સાધુઓને રૂપિયા ચઢાવીને પૂજા કરવા લાગી. પૂર્વે તો દીક્ષામાં રૂપિયા લેવાની સંવેગીઓની રીત હતી નહિ. આ રતન વિ. પન્યાસે રૂપિયા ચઢાવાની નવી રીત કાઢી. પ્રથમ તો રૂપિયા ચઢાવીને રતન વિ.ની પૂજા કરી, પછી મણી વિ. આગળ રૂપિયા ચઢાવીને પૂજા કરી પછી મને રૂ. ચઢાવા લાગ્યા ત્યારે નીતિવિજયજી - બોલ્યા - અમારી આગળ રૂ. ચઢાવવાનું કશું કામ નથી. અમને રૂ. નો ખપ નથી આમ કહીને નિષેધ કરી દીધો. ત્યારે અમે બધા ત્યાંથી ઉઠીને ચાલ્યા આવ્યા. પછી તેઓ બાઈને દીક્ષા આપીને શહેરમાં ગયા. મારે સિદ્ધાચલજી યાત્રા કરવા જવું હતું પરંતુ મુલચંદજી વગેરે સાધુઓ તથા શ્રાવકો કહેવા લાગ્યા સ્વામીજી ! હાલ ઠંડી ઘણી પડે છે. ઉતાવળ નહિ કરો, થોડા દિવસ જવા દો. પછી આપ સિદ્ધાચલજીની યાત્રાએ પધારજો. હમણાં તો આપ શહેરમાં પધારો. મને શહેરમાં લઈ ગયા. હું દલપત શેઠના વંડામાં જઈને રહ્યો, પછી ડહેલાવાળા, લુહારની પોળવાળા તથા વિમલગચ્છવાળાઓએ સલાહ કરીને ભોજક ફેરવ્યો. ભોજકને કહ્યું તું જઈને સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાઓને કહે - કાલે રૂપવિજયના ડહેલામાં ભેગા થશે ત્યાં મોહપત્તિની ચર્ચા થશે. મોહપત્તિ કાન વિંધાવીને કાનમાં બાંધીને સાધુ મહારાજ વ્યાખ્યાન આપે અથવા હાથમાં લઈને મોઢું ઢાંકીને વ્યાખ્યાન આપે ? આ ચર્ચા ડહેલામાં થશે. પરંતુ મોટા શેઠ પ્રેમાભાઈની પાસે જવું નહિ તથા બુટેરાય દલપત શેઠના વંડામાં ઉતર્યા છે ત્યાં પણ જવું નહિ. મુલચંદને કહી આવો. તે ૩૪ * મોહપત્તી ચર્ચા
SR No.023016
Book TitleMuhpatti Charcha
Original Sutra AuthorN/A
AuthorPadmasenvijay, Kulchandrasuri, Nipunchandravijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy