________________
પરંતુ જ્ઞાન વગર ન જણાય આ તત્ત્વ છે.
મેં ગુજરાત દેશમાં છ ચોમાસા કર્યા પછી ૧૯૧૮માં ચોમાસુ અમદાવાદ કરીને પછી બે સાધુ સાથે લઈને પંજાબ દેશ તરફ મેં વિહાર કરી દીધો. મુલચંદ અને વૃદ્ધિચંદ બન્ને ગુજરાતમાં રહ્યા. મેં આવીને મારવાડ પાલીમાં ચોમાસુ કર્યું, પછી દિલ્હી ચોમાસુ કરી ચોમાસુ ઉઠે પંજાબ ગયા ત્યાં વિચર્યા પરંતુ કાલસ્વરૂપ જોઈને મારા ભાવ ચર્ચા કરવાના અલ્પ થઈ ગયા. પરંતુ જે ભાવ જ્ઞાની મહારાજે જોયા છે તે કેમ ટલે? ફરી ચર્ચા ઊભી થઈ તેનું કારણ લખીએ છીએ.
સં. ૧૯૨૩ની સાલ ફાલ્ગન મહિને ફરી ચર્ચા ઉઠી તેનો સંબંધ કંઈક માત્ર લખીએ છીએ. દાદનખાનના પિંડમાં રહેવાવાલા અમારી શ્રદ્ધાવાળા તેનું નામ દેવીસહાય હતું. તે કંઈ કામ માટે અમૃતસર ગયા હતા. તેને અમૃતસરના સંપ્રદાયના શ્રાવકો બોલ્યા - તમે અજાણપણે બુટેરાયની શ્રદ્ધા રાખી છે પરંતુ એ શ્રદ્ધા ખોટી છે. ત્યારે દેવીસહાયે તેઓને કહ્યું - તમે હવે આ વાતનો નિર્ણય કરી લો. જે અમારી શ્રદ્ધા ખોટી હશે તો અમે છોડી દઈશું અને જો તમારી શ્રદ્ધા ખોટી હોય તો તમે છોડી દેશે. પરંતુ આ વાતનો ખરેખર છેડો તો લાવવો જ. કોણ સાચું છે ? અને કોણ ખોટું છે ? ત્યારે દેવીસહાયભાઈને અમૃતસરીયા બોલ્યા - અમારા સાધુ તો અહીં છે તમે બુટેરાયને બોલાવી લો. અત્રે જ ચર્ચા થઈ જશે. જુકા સાચાનો નિર્ણય થશે. ત્યારે દેવીસહાયે કહ્યું સારું લખો સ્ટેમ્પ પેપર ઉપર. બે સાધુ તમારા, બે સાધુ અમારા તથા બે બ્રાહ્મણ પંડિત તમે બેસાડી દેજો અને બે બ્રાહ્મણ અને બેસાડી દઈશું. ચારેય પંડિત શબ્દશાસ્ત્રના જાણકાર હોય તથા શહેરના ચાર પાંચ પુરુષો સાક્ષીરૂપ બેસશે તથા સરકારના બે પોલીસ બેસાડી દેવા કારણ કે કોઈ ઝઘડો કદાગ્રહ કરી શકે નહિ. તમે આ લખાણ કરો પછી અમે સ્વામીજીને બોલાવી લઈશું. ત્યારે તેઓ બોલ્યા : આ વાત ખરી, આ પર્ષદામાં જે સાચા તે સાચા અને જે જુઠ્ઠા તે જુકા.
દેવસહાયે કહ્યું : આ વાત ઘણી સારી છે. તમે કાગળમાં લખો. ત્યારે કહેવા લાગ્યા લખો ત્યારે. લખો લખો કર્યા કરે પરંતુ દસ્તાવેજ લખે નહિ. આમ કરતાં ચાર પાંચ દિવસો પસાર થઈ ગયા. આ ઝઘડો રગડો
૨૭ - મોહપત્તી ચર્ચા