SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ કરી. આ ચર્ચા તો ધર્મસાગર ઉપાધ્યાએ કરી છે. સં. ૧૬૧૭માં પાટણમાં જિનચંદ્રસૂરી સાથે વાદ થયો ત્યારે ધર્મસાગર ઉપાધ્યાયે પ્રવચન પરીક્ષા ગ્રંથ મૂલ પાકૃત તથા સંસ્કૃત ટીકા કરી છે. તેઓ પણ પ્રાકૃત સંસ્કૃતમાં પ્રવીણ દેખાય છે. લગભગ ૧૨ હજાર શ્લોક પ્રમાણ ગ્રંથ છે. તથા શ્રી ભટ્ટારક શ્રી વિબુધવિમલસૂરિએ ““સમકિત પરીક્ષા' ગ્રંથ બનાવ્યો છે, તેઓ પણ સમ્મતિતકદિ શાસ્ત્રના જાણકાર સાંભળ્યા છે, તે ગ્રંથ ૧૨૭૧૦ શ્લોક પ્રમાણ મૂળ અને અર્થ છે. તથા કુમતીકુદાલ ગ્રંથનો મૂળ અને અર્થ ૧૪૦૦૦ શ્લોક પ્રમાણ છે. ત્રણેય ગ્રંથ વિશે આ ત્રણ ગ્રંથોમાં લેખકની ઓળખાણ માટે ગચ્છ તો તપા જ લખ્યો છે. ખડતર આદિ ૧૦ મતો ઉલ્લેખ્યા છે. ખડતર ગચ્છવાળાએ ““કુમતીમુખ ચપેટા'' ગ્રંથ રચ્યો છે. તેઓએ ખડતર ગચ્છ સ્થાપ્યો છે. અન્યત્ર સિદ્ધાંત કહે છે. આ મત કદાગ્રહમાં અલ્પસૂત્રી આત્માર્થી પડી જાય તો કોઈ અસંભવ નથી પરંતુ જ્યારે તેને શાસ્ત્રનો બોધ થઈ જાય ત્યારે પોતાના દુષ્કર્મને નિંદે છે અને કોઈની નામ લઈને નિંદા નથી કરતા. જેવો પદાર્થ હોય તેવી પ્રરૂપણા કરે છે તેને વિષે રાગ દ્વેષ ન કરે પરંતુ મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, અશુભ મન-વચ-કાયાના યોગ, હિંસા, જુક, ચોરી, અદત્ત, મૈથુન, પરિગ્રહ તથા પાંચ ઈન્દ્રિયના વિષયો તથા ક્રોધ, માન, માયા લોભ વિગેરે અશુભ કર્મની નિંદા કરે તો અશુભ કરવાવાળો પોતે જ નિન્દાઈ ગયો એમાં કયો સંદેહ છે? તેથી ઉપાધ્યાયજીને જ્યારે સિદ્ધાંતનો બોધ થયો ત્યારે ગ્રંથો રચ્યા. તેમાં નામ લઈને કોઈની નિંદા કરી નથી. ગ્રંથમાં તત્ત્વ – સાચો ધર્મ કહ્યો છે. પાખંડને નિષેધ્યો છે અને શુદ્ધ જૈન ધર્મની સ્થાપના કરી છે. આ માટે મને તો ઉપાધ્યાયજી પરમ ઉપકારી પુરુષ લાગે છે. મને પ્રત્યક્ષ જ્ઞાન નથી છતાં ઉપાધ્યાયજીના ગ્રંથોની રચના જોઈને મને પરમ ઉપકારી ઉત્તમ પુરુષ લાગે છે. તત્ત્વ તો કેવળી જાણે. મને મહારાજ આ ભવમાં મળ્યા નથી. પરભવનો સંબંધ તો જ્ઞાની મળશે ત્યારે પૂછીશું. શ્રી ઉપાધ્યાયજીએ ૧૦૦ ગ્રંથ બનાવ્યા છે આવું લોકોની પાસે મેં ૨૨ - મોહપત્તી ચર્ચા
SR No.023016
Book TitleMuhpatti Charcha
Original Sutra AuthorN/A
AuthorPadmasenvijay, Kulchandrasuri, Nipunchandravijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy