SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ હવે જેઓએ ભસ્મગ્રહ ઉતારવામાં પોતાની શક્તિ લગાડી તેઓએ સંઘની પડતી માટે ઉપદ્રવ કર્યો. તેઓના પ્રભાવે સ્વચ્છંદી સંઘે દુઃખદાયી ભીખારી એવા સ્વચ્છંદીઓએ શ્રી સંઘ ઉપર મુનિનો વેશ ધારણ કરીને ચઢાઈ કરી. ઘણા અંશે સંઘને હણી નાખ્યો. પોતાનો સેવક કરી લીધો. આ કાળમાં વીર પ્રભુના સાધુ હતા પરંતુ ભસ્મગ્રહને લઈને ઉદીતોદીત પૂજા ન હતી. શીથિલ વિહારીઓની પૂજા અપનાવનારા વડે જ્યારે ઘણી પૂજા થઈ રહી હતી, પરંતુ તે વખતે આત્માર્થી સંવેગી સાધુઓની ઉદ્દીતોદીત પૂજા ન હતી તે માટે પ્રભુએ સાધુઓની ઉદીતોદીત પૂજા નિષેધી છે. પરંતુ તીર્થનો વિચ્છેદ જે કહે છે તેને તો મિથ્યાત્વી જાણવો અને તીર્થનો વિચ્છેદ થાય તો ભસ્મગ્રહ પીડા કોને આપે ? અને ઉદીતોદીત પૂજા શા માટે અટકાવે ? તથા ભસ્મગ્રહ ઉતરે તો કોની ઉ૫૨થી ફરી ઉતરે ? પછી ઉદાતોદીત પૂજા કોની થાય ? આ વાત વિચારવી ઉચિત છે. આ વાત કોઈના વશમાં નથી. જેમ જ્ઞાનીએ ભાવ જોયા છે તેમ વર્તે છે. પરંતુ મત મતાંતરના ઝઘડામાં ઘણા જીવોની બોધ શક્તિ નષ્ટ થઈ છે. આ ઝઘડામાં આત્માર્થીને જ્ઞાન જોઈએ. આ કાળમાં તત્ત્વના વિચારવાળા જીવ થોડા છે. મતના કદાગ્રહી જીવો ઘણા છે. ભગવાને મહાનિશીથમાં કહ્યું છે - ભરત ક્ષેત્રમાં પંચમકાળમાં કૃષ્ણપક્ષી જીવોની ઉત્પત્તિ ઘણી થશે. અત્રે કેટલાક કહે છે ભસ્મગ્રહના પ્રભાવે પોતાની ઈચ્છા મુજબ વેશધારીઓએ જુઠ્ઠા ગ્રંથો બનાવી લીધા છે અને હિંસા ધર્મ, પ્રતિમાની પૂજા ગુરુ પૂજા ઉપદેશે છે, દયા ધર્મ વિચ્છેદ ગયો છે, હિંસા ધર્મ પ્રવર્તો છે. આ વાત એકાન્તે નથી. જ્યારે ભસ્મગ્રહ ઉતર્યો ત્યારે કોઈ સત્ય પુરુષ લોંકાએ પોતાની મેળે સૂત્ર ભણીને અને ધારણા કરીને દયા ધર્મ ઉપદેશ્યો અને ભસ્મગ્રહ ઉતરી ગયો. લોકો ધર્મ સાંભળવા લાગ્યા ત્યારે સ. ૧૫૩૧ સાલમાં લોંકા પોતાના નગરમાં દયા ધર્મનો ઉપદેશ કરતો હતો. તેના નગરમાં એક સંઘ આવી ગયો. એટલામાં વર્ષાઋતુ આવી ગઈ, ત્યાં સંઘનો પડાવ થયો. જ્યારે સંઘવીએ સાંભળ્યું - આ નગરમાં લોંકા કેવલી ઉપદેશેલ શુદ્ધ ધર્મ કહે છે. તે આ અસલ ધર્મ કહે છે ત્યારે સંઘવીએ વિચાર્યું - આ ધર્મ તો સાંભળવો જોઈએ ત્યારે કેટલાક લોકોને લઈને લોંકાને ઘરે ગયા, ત્યારે લોકાએ સંઘવી વગેરે લોકોને કેવલીએ ઉપદેશેલો દયા ધર્મ કહ્યો. ત્યારે સંઘવી વગેરે સૂત્રની વાણી સાંભળીને ઘણા પ્રસન્ન થયા. તેઓ એકબીજાને કહેવા લાગ્યા કે આ વાણી તો આશ્ચર્યકારી છે. આ તો નિત્ય સાંભળવી જોઈએ. આમ વિચારીને સંઘવી સાથે લોકો આવીને લોંકાની પાસે કેવલી ધર્મ સાંભળે છે. ધર્મ સાંભળીને ૪૫ જણાને વૈરાગ્ય ઉત્પન્ન થયો. લૌકા પાસે સૂત્રની ધારણા કરીને સંઘવી વગેરે ૪૫ જણાએ સંવત ૧૫૩૧ની સાલમાં પોતાની મેળે દીક્ષા લીધી તે તેમના નામ સાધુભાણજી-૧, मोहपत्ती चर्चा - ७८ *
SR No.023016
Book TitleMuhpatti Charcha
Original Sutra AuthorN/A
AuthorPadmasenvijay, Kulchandrasuri, Nipunchandravijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy