________________
ફરી મેં વિચાર્યું આ મોટા આશ્ચર્યની વાત છે - સૂત્રમાં કોઈ જગ્યાએ જૈનના સાધુને મોંઢું બાંધીને વિચારવાનું કહ્યું નથી અને મોટું બાંધવામાં કોઈ ગુણ પણ નથી દેખાતો. પરંતુ મોંઢે બાંધવામાં અનેક અવગુણ છે. (૧) લોકો હસે છે, (૨) પશુઓ બીવે છે, (૩) કૂતરા ભસે છે, (૪) પંચેન્દ્રિયના વધનું કારણ છે, (પ) પ્રભુની આજ્ઞા નથી વગેરે ઘણા ઘણા અવગુણ છે. આવું અકારજ-અકાર્ય કરવું જૈન ધર્મીને યોગ્ય નથી. તે તો અનર્થ દંડ દેખાય છે. અનર્થ દંડ તો શ્રાવકોએ પણ વજર્યું છે તો સાધુ કેમ આચરે ? જેઓ પંડિત રાજ છે તેઓ તો બધું જાણે છે. તેઓને હું ઉપદેશ કરવા કયાં સમર્થ છું ? અપિતું નથી અને જેઓ મત કદાગ્રહી અને હઠ કદાગ્રહી છે તેઓને તો સર્વજ્ઞ પણ પ્રતિબોધી ન શકે તો બીજાનું શું કહેવું?
અને જે ભવ્ય જીવો મારાથી અલ્પજ્ઞાની અથવા વધારે પંડિત છે પરંતુ કાળના પ્રભાવથી તેઓ ગાડરીયા પ્રવાહમાં પડી ગયા છે. સ્વલીંગ તથા અન્ય લીંગની કશી સૂઝ રહી નથી તથા સિદ્ધાંત વિષે ઉપયોગ આપ્યો નથી. જો ઉપયોગ આપે તો તત્કાળ જાણી લે. તેઓને સમજવા માટે સિદ્ધાંતોના પાઠ આગળ લખ્યા છે તે વિચારશો. વિચારીને સ્વલીંગ અંગીકાર કરશો. સિદ્ધાંતના પાઠ પર ઉપકારના માટે શ્રી સાધુ બુટેરાયજી લખે છે તે મત-પક્ષ છોડીને વિચારશો.
પર
- મોહપત્તી ચર્ચા