________________
૪. બ્રહ્મચર્ય,
૫. અપરિગ્રહ, ૬. પૃથ્વીકાય દયા, ૭. અપકાય દયા, ૮. તેઉકાય દયા, ૯. વાઉકાય દયા, ૧૦. વનસ્પતિકાય દયા, ૧૧. સાય દયા, ૧૨. રાત્રીભોજન ત્યાગ, ૧૩. અકલ્પનીય વસ્તુત્યાગ, ૧૪. ગૃહસ્થનું ભોજન ત્યાગ, ૧૫. ગૃહસ્થનું ઘરવાસ ત્યાગ,
૧૬. પલંગ તલાઈ ત્યાગ, ૧૭. સ્નાન ત્યાગ, ૧૮. શરીર શોભા ત્યાગ ૧૮ દીક્ષાને અયોગ્ય:
૧. બાળક, ૨. વૃધ્ધ, ૩. નપુસક, ૪. પુરૂષકલિબ ૫. જડ, ૬. રોગી, ૭. ચોર, ૮. નૃપવૈરી, ૯. ગાંડો, ૧૦. અદર્શન, ૧૧. દાસ, ૧૨. દુષ્ટ, ૧૩. મૂઢ, ૧૪. દેણદાર, ૧૫. જુંગીયો, ૧૬. અર્થે પરાધીન, ૧૭. પગાર પેઠી રહેલ, ૧૮. સંબંધિની રજા વિણ અઢાર પ્રકારે સાધુ સ્થિર રહે : ૧. આજીવિકાનું ઘણું છે. ૨. વિષય સુખ મધુ બિન્દુ સમાન છે. ૩. વિષય સેવનમાં રોગોની ઉત્પતિ ઘણી છે. ૪. સાધુપણામાં દુઃખ સ્વલ્પ છે, ને તે સ્વલ્પ કાળ રહેનારૂં છે. ૫. સાધુ પણું છોડે લોકમાં હાંસી થશે. ૬. વમન કરેલ વિષયને ફરીથી ગ્રહણ ન થાય. ૭. કુગતિનો બંધ પડશે. ૮. ફરીથી સમ્યકત્વ શુદ્ધ હાથમાં નહિ આવે. ૯. રોગ થવાથી કોઈ સાર નહિ કરે. ૧૦. ગૃહસ્થવાસ ચિંતાથી ભરેલો છે. ૧૧. કષ્ટ રહિત દીક્ષા છે અને સંસારવાસ કષ્ટ સહિત છે. ૧૨. સંસાર બંધન છે, દીક્ષા મોક્ષરૂપ છે. ૧૩. સંસાર પાપી છે, ચારિત્ર પાપ રહિત છે. ૧૪. કામભોગનું સુખ સામાન્યને સ્વલ્પ જ છે. ૧૫. પુન્ય પાપનું ફળ પ્રત્યક્ષ છે. ૧૬. મનુષ્યના આયુષ્ય પાણીના પરપોટા જેવા છે.
કનકેકૃપા સંગ્રહ