________________
બાપે કર્યું ને વેરની વસુલાત કરી. શેઠે જો આ જમાદારનો ત્રાસ ઘણો હતો, ઇનામ
અપાવી ટાઢા પાણીએ ખસ કાઢી. જમ કુક દીયા ઘનશેઠને ત્યાં હજામ ગયો સારા ચોખા દીધા. હજામે વિચાર્યું કે હું આ
સારા ચોખા ખાઉં છું તેની ગામનાને ખબર પડે કેવી રીતે? તેથી ઝુંપડાને સળગાવી બહાર દુધભાત ખાવા બેઠો. લોકો કહે આ તારૂં ઝુંપડું સળગ્યું. હજામ-આ દુધભાત ખાઈ લઉં. અરે બાવો બની જઇશ, પણ ન જ ઉઠયો. આ જોઇ ચારણ બોલ્યો-રંગ
હેનરૂકું (હજામકું), કુંક દીયા ઘરૂં . ના• લુખો આહાર વિકાર ન કરે-જમણ બનાવ્યું કંસારનું, બધાને જમાડયા જ્યારે સંતે
રોટલા ખાધા લોકો કહે કેમ આમ? દર્પણ ઉપર કંસાર લગાડતા ઝાંખો, મોટું ન દેખાય, તેના ઉપર રોટલો ઘસતા સાફ, મોઢું દેખાયું. સંત કહે વિગઈ (ઘી દુધ,વિ.) વાળો ચીકણો માલ ખાતા રાગ, વિકાર થાય, મન બગડે છે જ્યારે લુખો (આંબિલ)
આહાર સાત્વિક હોઈ મન બગડતું નથી અને આત્માનું દર્શન થાય છે. નિજ ચમાર જેવા-ચીનના કેદીને જન્મટીપ. ૪૫ વર્ષ જેલમાં. ખુશાલી પ્રસંગે મુકત
કર્યો. ઘર પડી ગયેલી સ્ત્રી મરી ગયેલ ધંધો શું કરવો ? અંતે કાગળ લખ્યો કે મને જેલમાં પુરો નહિતર ગુન્હો કરીશ. સંસારની દુર્દશા પણ આપણને ગમી ગઈ છે જેમ ચમારવાડાની કાતિલ ગંધ ચમારને ન આવે તેમ વાસનાની બદબુ આપણને નથી આવતી. સંત અને સંસારીમાં શું ફેર? બંને ખાય, પીવે, સુવે ક્રિયા કરે છતાંય ફેર એક રાજા ફરવા નીકળ્યો સાથે છ સીપાઈ, એક ચોર તેને છ સીપાઈ પકડીને ચાલે ચોર છના કન્જામાં છે જ્યારે રાજા એકના કન્જામાં છ સીપાઈ છે. આ ફેર છે મેમ સંત અને સંસારીમાં ફેર પાંચ ઇન્દ્રિયને છઠું મન એ સંતના કન્જામાં છે અને સંસારી તે છે ને આધીન છે. પાપ પ્રકાશ્યા વિના ન રહે-એક ભેંસ રોજ પેમલા મોચીની ભીંત સાથે શરીર ઘસે, દાઝ ચઢીને રાંપી મારી, ભેંસ ઢળી પડી, ઘણા લોકો ભેગા થયા. સૌ સૌના વિચારો રજુ કરવા લાગ્યા. હજામ કહે-નવરો હજામ પાજા મુંડટે, આ કોણે મારી વાણિયા લોભે તણાય, કોઈ સ્વાર્થીએ મારી હશે. છીપો-કાંઇક રંગ દોશ તો કાંઈક પોત દોષ જેમ બંનેનો વાંક હશે. જોષી-ગઈ તિથિ જોષી પણ વાંચે. વિધાતાએ આ રીતે લખ્યું હશે. ઘાંચી તેલ જુવો તેલની ધાર જુવો, શાથી ભરેલ છે, ઘા શેનો છે
કનકકપ સંગ્રહ