SearchBrowseAboutContactDonate
Page Preview
Page 656
Loading...
Download File
Download File
Page Text
________________ અધિન છે માટે જોઈ એ તે માગ. સ.-આ મારા ગુમડા ઉપરની બદી માખીને દુર વિદેશમાં કાઢ. રાજા-માખી વિનાના સ્થાનમાં તમને મુકી શકું પણ માખી કાઢવાનું અશક્ય. સ.-માખી કાઢવાનું અશક્ય તો આટલું અભિમાન કેમ કરે છે? કેવો થશે?-એક મુલ્લાને ત્યાં પુત્ર થયો. આગળ તે કેવો થશે તે જાણવા માટે તેને ઓરડામાં કુરાન, દશ રૂા. ની નોટ અને શરાબ મુકી સંતાઈ ગયો. છોકરો અંદર ગયો. નોટ ખીસ્સામાં નાંખી, કુરાનને બગલમાં ઘાલ્યું અને દારૂ પી ગયો.મુલ્લાએ બીબીને કીધું કે જો તેને કુરાન વાંચ્યું હોત તો ધર્માત્મા થાત. શરાબ પીધો હોત તો અધાર્મિક થાત. રૂપિયા લઇ ભાગી જાત તો વેપારી થાત, પરંતુ આતો પાજનેતાપોલીટીશ્યન રાજનીતિજ્ઞ થશે એટલે કરશે કાંઈ, કહેશે કાંઈ અને થશે કાંઈ સ્વામિત્વ-એક ભાઈ પોતાનું છાપરૂં સમુ કરતા હતા, નીચેથી ભિખારી એ બુમ પાડી નીચે આવો કામ છે? શું કામ છે? તમે નીચે આવોને? તે ગયો ભીખારી કહે કાંઈક ખાવા આપો તો સારું. પેલો કહે મુર્ખ પહેલેથી કહ્યું હોત તો? ભીખારી કહે જોરથી બોલીશ તો કોઈ સાંભળી લઈ ગયો જાડો ભીખારી કહે જોરથી બોલીશ તો કોઈ સાંભળી જશે તેનો મને સંકોચ થતો હતો. પેલો કહે ચાલ ઉપર લઇ ગયો જાડો ભીખારી થાકી ગયો ને ઉભો. પેલો છાપરૂ સમું કરવા લાગ્યો. ઘણીવાર થઈ ભીખારી કહે ભુલી ગયા, આપોને ? પેલો કહે મારે ભીખ નથી આપવી. જાડો ભીખારી કહે નીચે જ કહેવું હતું ને પેલો કહે કોઈ સાંભળી લે તો, તું ભીખારી થઈ મને નીચે બોલાવી શકે તો હું માલિક થઈને તને ઉપર ન બોલાવી શકે. ઉપનયઆપણે માલિકને ઇંદ્રિયો ગુલામ છે છતાં ઈદ્રિયોને આધિન થઈ આત્મા નીચે જાય છે. પરંતુ ઈન્દ્રિયો ઉપર સ્વામિત્વ મેળવીએ તો મોક્ષ જઈ શકીયે. # ગુલામગીરી-અમેરિકામાં એક કરોડપતિ રોજ સવારે કોઈ ભીખ માગવા આવે તેને કાંઈક આપતો. એક ભીખારી ૨૦ વર્ષથી નિયમિત ભીખ માગવા આવે તેને રોજ એક ડોલર આપે, કયારેય તે ભીખારી નો વૃધ્ધ બાપ આવે તેને પણ ડોલર આપે. ભીખારી એવો ઘૂંટ થઇ ગયો કે બે ચાર દિ ન આવે તો પાંચમે દિ પાંચ ડોલર માગીને લઈ જતો. તેનો બાપ મરી ગયો. તોય તેના બાપનો ડોલર લેતો. કરોડપતિ આપે. મહિનાઓ પછી કહે ભાઈ તારો બાપ મરી ગયો હવે તેનો ડોલર શેનો માગે છે. ભીખારી કહે તમે શું સમજો છો? મારાબાપની મિક્તનો હકદાર હું છું? કે તમે મારો બાપ મર્યો છે કે તમારો બાપ. ઠીક બે ડોલર લઇ જા. ઉપયન-આપણી બધાની આવી જ દુર્દશા છે. ઈન્દ્રિયોને પંપાળી માલિક કરી દીધી છે અને આપણે તેના ગુલામ થઇ ગયા છીએ. લાંબા સમયની આવી જ ટેવ છે તેથી નિર્બળ બનેલો કનકપા સંગ્રહ
SR No.023015
Book TitleKanak Jain Vividh Sangraha
Original Sutra AuthorN/A
AuthorHariprabhvijay
PublisherKanakkirti Harigranth Mala
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy