________________
ગામમાં બાવો. રોજ બશેર લોટ મળે ને આખો દિ ચાલે. વર્ષ બાદ બે વાર ભિક્ષા લેવા નિકળે ન છ શેર લોટ લાવે. લોકોને શંકા.આટલો બધો લોટ કેમ? બાવાનાં મંદિરની દિવાલ પાછળ એક રૂપવતી હૈંઢડી ૩-૪ બાળકોને વિધવા છોકરા ખાવાનું માગે-ટળવળે બાવો સાંભળે તેથી દયાથી લાવીને આપે દિવાલમાં કાંણું પાડીને, યુવાનો એકવાર જોઇ ગયા ને પોટલું નાંખતા પકડયો ને ભંગીયણ લંપટ. જાહેર કરી “ગામમાંથી કાઢી મુક્યો.
કામ કામને મારે-ગાંધી પાસેથી એક શેર મગ ને બશેર મઠ લઇ ભેગા કર્યા. ગાંધી અંતે સ્રીને પૂછતા કહે કાલે રજા છે છોકરા નવરા બેઠાં રંોડ તેના કરતાં મગ-મઠ જુદા પાડવા બેસાડી દઇશ.
માનવતા-રેલ્વેમાં એક ભિખારી ગીત ગાય. કોઇ એ તાનસેન કહી મશ્કરી કરી.એકે પાંચ રૂ।.નું પરચુરણ કાઢીને કહ્યું તારે જોઇએ તોડલા લે. તેને પાંચ ન.પૈ. લીધા. કેમ પાંચ લીધા. ભિખારી કહે ‘‘બાબુસાબ હમ ભીખ માંગતે હૈ લૂંટતે નહિ.’’ સતીત્વ અને શીલ-ભોપાલનો નવાબ ચાંદખા. રૂપધેલો. ગીનોરની રાણી મેળવવા યુધ્ધ કર્યું. રાજાનું મૃત્યુ, રાણી નાશી. મકાનમાં સંતાઇ. ચાંદખા કહે મારી રાણી બને. રજપુતાણીએ યુક્તિ રચી હા પાડી. આપના જેવા વીર માટે જીવું છું. હમણા જ લગ્ન કરવાના છે મારા મોકલેલા કપડા પહેરો તમે. સોળ શણગાર સજીને ગઈ. ચાંદખા બોલ્યો-‘તુઝે પાકર મુઝે મોત ભી મંજૂર હૈ' તેટલું બોલતા જ તેને ઝેર ચઢયું ને ઢળી પડયો. કારણ રજપુતાણીએ કપડા ઉપર ઝેર ચઢાવેલ,મુગટ મોજડી દરેકમાં તેની અસર થઇ. રાજપુતાણી કહે પાપી કુત્તા રજપુતાણી જીવન કરતા શીલને પ્યારૂ માને છે પાટુ મારી ચાલી ગઈ. ચાંદખા મૃત્યુ પામ્યો. ભાગ્યશાળીને ભૂતરળે-જગડુશાહ સાવ ગરીબ ઉપાશ્રયમાં કાજો કાઢે સામાયિક કરે માંડમાંડ આજીવિકા ઉપાશ્રયમાં રાતે સૂતો. રાત્રે ગુરૂએ શિષ્યને કહ્યું-ચંદ્ર રોહિણી શકટને ભેદી જશે ત્યારે ૧૨ વર્ષનો દુષ્કાળ પડશે. કોણ નિવારશે ? ગુરૂ-જગડુ કચરો કાઢે છે તે. શિ. તે તો ગરીબ છે. ગુરૂ-હા, તેના ઘર પાસે ઝાડ નીચે ત્રણ કોડ રૂ।. મળશે. જગડુએ સાંભળ્યું, કાઢયા. ઠેર ઠેર અનાજની વખારો એક પથ્થર ઝઘડામાં વધુ કિમંત આપી લીધો તેના ઉપર દાતણ કરવા બેઠો, બાવો કહે આ પથરામાં પાંચ પારસમણિ છે, કાઢયા, ઘણું સોનું બનાવ્યું. અનેક દાનશાળા, ધર્મશાળા, જિનાલયો, મંદિરો કરાવ્યા.
મિથ્યાભિમાન-ગ્રીસના અભિમાની રાજાએ કહ્યું સંન્યાસી, આખુ જગત મારે
કનકકૃપા સંગ્રહ
૬૦૫