________________
લાગી ને તે તુંરત વૈરાગી થઈ ગયો. બોધ-કલાકાર સુંદર મૂર્તિ બજારમાં મુકી તેને કાદવથી ગંદી કરી રહ્યો હતો. જોનાર લોકો કહે અરે ભાઈ આ નુકશાનકારક ગંદુકામ શું કામ કરો છો ? ગાંડા તો નથીને ? પેલો કહે-ભાઈઓ આ તો ધોઈને સાફ કરી શકીશ. પરંતુ તમો તમારા આત્માને થોડા જ જીવન માટે ખરાબ વાસનાના ગંદા કાજળ જેવા કર્મ કાદવથી નિત્ય મલીન કરી રહ્યા છો તે શુદ્ધિ કેવી રીતે થશે? તમો બધા ગાંડા તો નથીને? નિંદા-નવ વર્ષના શેખશાહી પિતા સાથે મક્કામાં નમાજ પઢવા ઉઠયા. હજયાત્રીઓ ઉધતા હતા તે-જોઈ શાહી કહે આ બધા કેવા આળસુ છે? નમાજ વખતે ઉઘે છે !પિતા કહે તું પણ સુતો હોત તો સારું હતું. કેમ કે આવી નિંદાનું પાપ તો ન
કરત!!
કોપીચંડાળ છે.-રસ્તામાં કચરો કાઢતા ચંડાળને ધૂળ ઉડવાથી પંડિતે કોધથી બોલ્યા. ચંડાળે તેનો હાથ પકડી લીધો કે તું તો મારો ભાઈ છે. લોકો ભેગા થઈ ઠપકો આપતાં ચંડાળ કહે શાસ્ત્રમાં ક્રોધને ચંડાળ કહ્યો છે. તેથી પંડિત મારા ભાઈ છે.
બધાએ કબુલ કરતા પંડિતજી શરમીંદા થઈ માફી માંગી માંડ છુટયા. " ઝુકે તે ટકે-વાવાઝોડામાં પડેલા તાડને વાંસે કહ્યું, હું બળવાન નથી તે ખરું, પણ
બળ નહિં કળથી આવા પ્રસંગે ઝુકી જઈ શકું છું. ઉતાવળા સો બહાવરા-રાત્રે રાણીએ રાડ પાડી કે નાના કુંવરે મારા મોં પર હાથ ફેરવ્યો ! સવારે રાજાએ પ્રધાનને બોલાવ્યો બે મોટા કુંવર પણ આવ્યા. રાજાએ કોધથી નાના કુંવરનો શિરચ્છેદ કરવા કહ્યું, મોટા કુંવરે વાર્તા કરી. ગંગા ગયેલ ગણિકાના પોપટે દેવીએ આપેલ અમરફળ ગણીકાના બગીચામાં વાવ્યું. બે વર્ષે ઝાડ થયું ને ફળો આવ્યા. એકદિ નીચે પડેલ કોઈએ કોચેલ ફળ જોઈ ખુશ. ખાવા છરી લઈ કોચેલ ભાગ ફેંકી દીધો તે કુતરાએ ખાતા તુરંત મર્યો. કોધથી વેશ્યાએ તે વહાલા વૃદ્ધ પોપટને છરીથી માર્યો. આ મૃત્યુ ફળ છે વાત ફેલાઈ. એક વૃદ્ધા મરવા માટે છાની બગીચામાં જઈ એક ફળ ખાઇ ગઈ પણ તરત નિરોગી અને રૂપવતી યુવતી થઈને નાચવા માંડી. ગણિકા જોઈ આશ્ચર્ય પામી ને પસ્તાઈ કે નિર્દોષ પોપટને હણ્યો !? પેલા ફળને તો સાપે કોચેલ તે ઝેરે કુતરાને મારેલ.
વચેટ કુંવરે પણ શિકારી રાજા તરસ લાગતા ઝાડ પરથી ટપકતા પાણીને પડીયામાં ભરી પીવા જતાં પાળેલ બાજે ઝપટ મારી ફેંકી દીધો. કોધથી રાજાએ તેને માર્યો પણ સેવકોએ તપાસ કરતા ખબર પડી કે ઝાડ પર સમળીના માળામાં
૫૮૮
કનકકૃપા સંગ્રહ