________________
માટી પાણી છે સંધ્યા એટલે ટટી જવાનું કલ્પી ચાદર પર શંકા ટાળી કહે સંધ્યા કરી, સાફ સંધ્યા થઈ. બીજે દિ સંધ્યા માટે જતાં ત્યાં મેલું જોઈ બૂમ પાડી. અંતે ફજેત થયો. રાજા લડાઈ કરવા ગયો. અભણશેઠ પુત્ર રાણી આદિ સર્વને પત્ર વાંચી રડાવ્યા. કેમ કે તે ભણ્યો જ નહોતો તે દુઃખથી રડયો પણ રાણી વિગેરે એ રાજના માઠા સમાચાર સમજી પોક મૂકી કાણ માંડી. ડોકટરે ગામડીઆને મુંબઈ જઈ ફોટો પડાવી લાવવા કહ્યું, જેથી ખાંસી દુ:ખાવાની ખબર પડે. પેલો ત્યાં બની ઠની સ્ટડીઓમાં જઇ સુંદર ફોટો પડાવી લાવીને ડોકટરને બતાવી કહે-સાહેબ કેવો શોભું ? છે કાંઈ? એક જણ મિત્રને ત્યાં સાંજે જમવા ગયો. ઘણો જ વરસાદ થવાથી, મિત્રે ત્યાં જ સુવા આગ્રહ કર્યો. તેણે હા પાડીને ગુમ થયો. પછી મૂખ આવતાં પુછયું તો કહે ઘેર વહુને કહેવા ગયો હતો કે વૃષ્ટિ ઘણી હોવાથી આજ સુવા આવી શકાય તેમ નથી, રાહ જોઇશ નહિ.! પોતાનું નાક કરડી ખાનાર પત્નીને સજામાંથી બચાવવાનો નિશ્ચય કરી, પતિ કોર્ટમાં બોલ્યો સાહેબ એણે નહિ મેં જ જાતે મારું નાક કરડી ખાધું છે ! ધર્મ ન
બનતાં આવો ખોટો બચાવ ન કરાય. છે આળસુઓ આંબા નીચે સુતેલા એક સવારને કહ્યું ભાઈ મારી છાતી પર આ પાકી
કેરી પડી છે તે મારા મોંમા નીચોવતો જા, સવારે તેને મહાઆળસુ કહેતાં બીજો બોલ્યો બરાબર છે, આખી રાત કુતરે મારું મો ચાટયું મેં અને કહ્યું કે કુતરાને હાંક
પણ આળસુના પઠે ડચકારોય ન કર્યો! છે બધા બૈરીના કહ્યાગરાં છે. જાણી રાજને ખેદ થયો ને બોલાવી અકહ્યાગરા અલગ
ઉભા રહે કહેતાં એક જણ ઉભો રહ્યો. રાજાએ ખુશ થઇ બીજાઓને ધડો દેવા કહેતાં તે કહે બૈરીનો હુકમ છે કે ભીડથી દૂર રહેવું, એટલે જુદો ઉભો છું. બધા
સીના હુકમમાં. છે હરીફાઈ યા લોટરી ભરીને નકકી ઈનામ માનીને કાપડ ફરનીચર દાગીનાદિનો
ઓર્ડર આપી આયો કે ફલાણી તારીખે ઘેર લાવજે, ઈનામનો તાર ન જ આવ્યો ને
પછી મૂર્ખને ભોં ભારે પડી. કે મૂર્ખ-કુંભાર ગધેડો ખોવાતાં પાર્ટી આપી મિત્રોએ પુછતાં કહે ભાઈ મહાભાગ્ય કે
તે ગળા પર હું બેઠો ન્હોતો નહિ તો હું પણ બે પત્તા થાત. આ ખુશાલીમાં પાર્ટી કનકકૃપા સંગ્રહ
૫૬૧