________________
સીલ સાબુત છે મેં તો સીલનું બરાબર ધ્યાન રાખ્યું છે મારો વાંક નથી !! મૂર્ધ-ખોટા આડંબરી લાલજી, પાડોસી હજામનું પાટલુન માગી લગ્નમાં ગયો, તો પણ પાટલુનની રખવાળી માટે હજામ સાથે જઈ મિજલસમાં કોઈને કહેતો મારૂં પાટલુન છે. પેલો ચીડાયો. જુદી જુદી રીતે ત્રીજી વખત કહેતાં ભર મંડળમાં લાલજીએ ખીજાઈને લે તારૂ પાટલુન ! કહી કાઢી ફેંક્યું પણ નગ્નતાનું ભાન ન રહ્યું! મૂર્ખ-માંએ દિકરાને માલપુઆનો ડબો આપી પુનમની સાંજે સાસરે મોકલતાં શિખ દીધી કે-કોઈ સાથે ન આવે પાછળ પડે તો થોડું આપી પાછો કાઢજે. ન માન્યું. ભૂખ હશે માની એક પૂડો એને નાખ્યો. એમ થોડી વારે બધા નાખ્યા. પછી કહે કામળ જોઈએ ? એ રીતે બધા વસ્ત્રો નાખતાં પ્રભાતે તે ગયો. ને પોતે લંગોટ ભેર સાસરે જઈ વાત કરી ફજેત થયો. મૂર્ખ-મીયાં દેશાવરથી આવતાં બીબીના ચાર યારમાંથી કરી ત્યાં હતો. પલંગ નીચે સંતાયો. બીબીએ ઘરેણાં કપડાની માગણી કરતાં કરીમ (અલ્લા) દેગા એમ મીયાએ કહેતાં, પેલો ખીજાઈ કહે સબ કરીમ તો તીન ક્યા કરેગા? મૂર્ખ-બૈરીએ ધન કમાવા મોકલ્યો નિષ્ફળતા પછી સ્વપ્ન આવ્યું કે ઘરમાં ભીંત નીચે નિધાન છે. ઘેર આવી બધાને નોતરી, ઉધાર લાવી જમાડી, સૌ સમક્ષ નિધાન કાઢવાનો કદાગ્રહ કરી ખોદતાં, ઘર પડી ગયું વાગ્યું, ને ફજેત થયો. મહામૂર્ખ-બધા ભૂખે મરતાં બૈરીની બીકથી દાતરડું વાંસ કાપવા ગયો. જંગલમાં તેનાથી નખ ઉતારતાં મુસાફરના કહેવા મુજબ આંગળી કપાઈ. શાખા પર બેસી તે કાપતાં ફરી પેલાના જ કહેવા મુજબ શાકા સાથે પડયા. તેને ભગવાન માની પગે પડી મોત પુછયું. તેણે દોરી ટુટેથી કહેતાં, ઘર આવી. દોરી લઈ સાચવવાં માંડયો. એક દિ સ્ત્રી સાથે લઢતાં દોરી ટુટી પોતે મર્યા છે સમજી, મડદા માફક સૂઇ કબ્રસ્તાન લઇ જવા બુમો પાડી. છેવટ જાતે જ કબરમાં જઈ સૂતો. સાંજે ભૂખ લાગતાં ત્યાંથી જતા એકની પાસે રોટી માગી પેલો ધ્રુજ્યો. છેવટ ખાત્રી થતાં રોટી આપી છોકરાને ઉપાડવા કહ્યું ને રસ્તે માર્યો તો કહે-મરવાથી એ સુખ નથી. તો હવેથી કોઈ દહાડો નહિમણું કહી નાઠો. નવાબનો ન્યાય-વિપ્ર કહે આ ધોબીએ મારો જમાઇ માર્યો, પુત્રી પતિ વગરની દુ;ખી થઈ. ધોબી-જી વાત સાચી છે. પણ મરનારે મને ગધેડી વગરનો કર્યો છે હું એથી દુઃખી છું. નવાબને બંને પર દયા આવી આવી. કહે-કે હે બ્રાહ્મણ તારી
કનકકપા સંગ્રહ
૫૫૯