________________
ભર્યું તેમાં ત્રણ વખત ડોસીને બેસાડીને પડીકીની દવા મોમાં નાખી ભીને કપડે ગાદલામાં સુવાડી તાવ વધ્યોને બીજે દિ વૈદે તરત જ તાવ જાય તેવું મિક્ષ્ચર આપ્યું. કે હલાવી ને પાજો મૂર્ખાઓએ આખા શરીરમાં દવા કે લાયનીય માટે ચારે જણે હાથ પગ ઝાલી ખૂબ હલાવી પણ દવા ગળામાં ન ગઈ ડોસી મરી ગયા હતા. વૈદે આવી જોયુ ખુલાસો થતા વૈદે મૂર્ખ કહી નિસાસો નાખી ગયા.
પૂર્વ તરફ રહેલ શહેરમાં હંમેશાં સવારે જઈ સાંજે આવતા મૂર્ખ કસ્બાતીઓ સૂર્યથી ત્રાસી જઈ, તેના ટુકડા કરવા ગયા. પણ કાબેલવણીકે સૂર્ય સાથે વિષ્ટિ કરવાનું કહી રૂા. ૧ હજારનો તડાકો પાડી સંધિ કરી આવ્યો ને સાંજે જવાનું કહી, તેમનો ટાઈમ બદલ્યો.
પોતાને ગણવો ભુલી ૧૦ જણને જોડાના ટકોરે ગણતરી કરાવી.
કહો છો ને વર ઘરડો છે ? કણબી મધ્ય વયે ઘર ભંગ થતાં, નાની રાંડેલ કણબણ સાથે નાતરૂ કર્યું. સાસરે જતાં વાતો થવા માંડી કે વર ઘરડો છે. વળતાં ગાડામાં જ ગાઉ આવી છાંયે ઉતરી કેડ બાંધી દોડવા માંડ્યું ને દોઢસો વીઘાં ખેતર ભમી આવી કહે જુવાન છું કે ઘરડો ? વહુ કહે ઘરડો તો તે વખતે જાણ્યો તો, પણ ગાંડો હમણાં જાણ્યો.
બુદ્ધિ સાથે ૧૨ માં ચંદ્રવાળા દૃષ્ટિરાગી બે શિષ્યોએ ઈર્ષ્યાથી ગુરૂના બંને પગો ડંડાથી ભાંગ્યા.
કર્મનું દેવું રાજીખુશીથી ચુકવીએ તો વધુ માર ન પડે. પણ ધનો પટેલ જેમ વોરાના રૂા. લઈ ગયો હોવા છતાં અમલદાર પાસે આડાઈ કરી, ઘણો માર ખાઈ દીધા. તેમ કરાય તો કર્મનાં વધુ દેવાદાર થવાય.
એક પંડિત, ધનીક ચમાર મિત્રને ક્ષત્રિય નાતમાં લઈ ગયો. પગ ધોઈ અંદર બેઠા. પણ બીજાઓ આવતાં સ્વભાવ મુજબ ચમાર આઘો આઘો ખસે, એમ બારણે પહોંચતાં કોઈએ કહ્યું કે આમ ચમારની માફક કેમ દૂર હટો છો ? તે સુણી તેણે પંડિતને કહ્યું આ બધા જાણી ગયા. તે સાંભળી બંનેને કુટ્યા ?
શેઠને ત્યાં ચોર આવતા ખખડાટ સાંભળી નોકરે પુછ્યું કોણ ? કહે કોઈ નહિ. તે સુતો. સવારે શેઠે ધમકાવતા કહે સાલો ચોર જ નહિ જુઠ્ઠો કહે કોઈ નહિ !
શેઠે દરવાજાનું ધ્યાન રાખવા નોકરને કહ્યું. એક’દિ સુંદર તમાસો સાંભળી તે દરવાજો લઈને ભવાઈ જોવા ગયો ને ચોર ઘર સાફ કરી ગયા.
કનકકૃપા સંગ્રહ
૫૫૭