________________
બંધાય તેમ. રાજા હાર્યો ખુશ થઈ સન્માની તેણીને પરણી શેઠને ઘણાં ગામ આપ્યા. ભરીયાતાં સહુઈ ભરઈ ઠાલા ભરઈ ન કોઈ ભોજરાજ માહરઈ સાલો મુહરઈ કાંઈ નઈ હજામે રાત્રે વારંવાર ઉપર બ્લોક બોલતાં રાત્રિ ચર્યા નિકળેલ ભોજ રાજાએ સાંભળી ધમકાવ્યો મને સાળો કેમ કહે છે ? ઔત્પારિક બુદ્ધિવાળા તેણે કહ્યું મેં સાચું જ કહ્યું છે. તમે પરસ્ત્રી સહોદર છો. તેથી મારી પત્ની તમારી બેન થઈ ને તમે મારા સાળા થયા. ખુશ થઈ ભોજે તેને બક્ષીસ આપી. જંગલમાં ચોરોને લાલ બીલાડો સાક્ષી રાખી વણીકે ધન આખું ગામમાં રાજાને ફરીયાદ કરી પકડાવી સાક્ષી માંગતા કાળો બીલાડો લાવ્યો ત્યારે ચોરોથી બોલી જવાયું કે આ નહિ રાતો બીલોડો હતો આથી પકડાયાને ધન આપ્યું. મુસાફરીમાં ચોર સાથે તથા રાત્રે વાણીયો રક્ષા માટે ચોરની પથારી નીચે જ જોખમ મુકી નિરાંતે સુતો ચોર બધે તપાસે પણ મળે જ નહિ. પુત્ર જન્મતાં રાજાએ બધાને દાન દઈ ખુશ કરવા મંત્રીને કહ્યું તેણે બધાને ખુશ કર્યા પણ કચરો કાઢનાર ગોરંભને કંઈ ન આપી કાઢી મુક્યો. પછી ગોરંભ સવારે કચરો લેતાં રાજા સાંભળે તેમ બબડવા માંડ્યો કે અહી મંત્રીની ધૃષ્ટતા રાણીને હાથે સ્પર્શ કરે છે. આ સાંભળી રાજા મંત્રી પર કોપાયમાન થયો ને તેને મારવા વિચાર્યું. મંત્રીને ચિંતા થતા યાદ આવ્યું કે ફકત ગોરંભને સતોષ નથી આપ્યો. તેને પુછતાં કહે મેં આ પ્રમાણે કર્યું છે. મંત્રીએ ઘણું ધન આપી ખુશ કર્યો ત્યારે કહે હવે સુધારી લઇશ. બીજે દિ રાજા સાંભળે તેમ કચરો કાઢતા જેમ તેમ બબડયો કે સવારે હું કુવે પડ્યો તો પેલાએ આમ કર્યું મેં ઝેર ખાવું રાજા ધન આપશે.મંત્રી પર સ્ત્રી સહોદર છે. વિગેરે રાજાએ પૂછતાં કહે મને વાયુ પ્રકોપ થાય છે ને તેથી ખોટું ખોટું જેમ તેમ બોલી જવાય છે. આથી રાજાને વહેમ ગયોને મંત્રી પર ખુશ થયો. બુદ્ધિ-સિંહ રોજ એક બકરી મારતો, એક વખત સિંહ આવતા બધી બકરીઓ નાશી ગઈ. એક લંગડી રહી ગઈ તે સિંહ સામે જ ચાલી તે જોઈ સિંહ નવાઈ પામી પૂછે છે તું કોણ છે? પેલી સમજી કે મારાથી ડર્યો તેથી કહે મને ન ઓળખી સાંભળી પણ નથી? સાંભળ સમસિંહા યા જગ્યા, દશવ્યાસયોગ: એક સિંહ ને નઈ, હનુમત્રાગતાહ
કનકકૃપા સંગ્રહ
૫૩૬