________________
不
વચન કલા પર ડામર દૂતની કથા-ભીમરાજાએ ભોજ પાસે ભસ્મ આપી મોકલ્યો. પણ અશ્વમેઘની કહી ભેટણું લાવ્યો. બીજીવાર મારવાનો પત્ર આપ્યો. પણ ભોજને કહે હું મરુ ત્યાં બારવર્ષી દુકાળ પડે. બહુ ધન મેળવ્યું.
સમય સુચકતા-વક અશ્વ રાજાને દૂર એક ખેતરમાં લાવ્યો. ખેડુતે ભાતપાણી આપ્યાં તે ખાઇ પૂછ્યું આ દેશનો રાજા કેવો છે ? બદમાસ, નાલાયક, ક્રુર વિગેરે. અધિકારીઓ પણ એવા. રાજા-તે રાજાને જોયો છે ? ખેડુત-ના રાજા-હું પોતે તે છું. ખે.-તમે મને ઓળખો છો ? રા.-ના. ખે.-પટેલ પુત્ર છું મને ભુત વળગ્યું છે. મહિને ચાર દિવસ ધેલો થઇ અવળું બોલું છું આજ કયો વાર છે ? રા.-શની ખે.-બસ આજ ઘેલો થવાનો વાર છે.
ન્યાય
ન્યાય-બુદ્ધિધન શિયાળે ગુણપર દોષ કરનાર વાઘને, મુકિતદાતા વિપ્રને મારવા તૈયાર થતાં ન્યાય કરતાં પૂર્વવત્ સ્થિતિ કરી પુન: પુર્યો.
બુદ્ધિ-અમીરનું ધન ચોરી ચાકર પરદેશ ભાગ્યો. ત્યાં જઇ અમીરે હાથ પકડી ધમકાવ્યો તેણે પણ તેમજ કહ્યું કે મારું ધન તું લઇ ગયો છે, હું અમીર છું. ફરીયાદ
થતાં ડેલીમાં બંનેના માથા રખાવી હુકમ કર્યો કે ચાકરનું માથું ઉડાવી ઘો, ચાકરે માથું ખસેડતા પકડાયો.
૪૦ હજારની મઝીયારી રૂની વખાર બળી જતાં બીલ્લીના સાજા પગવાળા ત્રણને દંડ કરી ગરીબ લાલચંદને બચાવ્યો. ઉંદર રૂ બગાડે નહિ તે માટે બિલ્લીપાળી ને એક એક પગની જવાબદારી ચારને લીધી લાલચંદના ભાગનો પગ ખોડો થતાં ઘાસતેલનો પાટો બાંધેલ તે દીવા પાસે જતાં સળગ્યો બીલી દોડીને રૂ બધું બળ્યું. જજ કહે પંગ દોડયો નથી તારા ત્રણના પગે દોડી આગ લગાડી છે.
પાડોસીથી થયેલ પુત્ર કોણ રાખે ? જાર-જડેલ ખોખામાં લાખનો નંગ જડાવ્યો માલીક વસે જાગ્યો તો વીંટીનું ખોખું લે, પણ નંગ લે ? ઘણી ઘરના આંબાની ડાળ પાડોસીને ઘેર પડે તો છાડો લે, પણ ફળ લે ? સ્ત્રી-મણ દૂધનો કતારેલ માખણ પીંડ શું ? મેળવણ દેનાર લઇ શકે ? છાસ ભલે લે રાજાએ સ્ત્રીને સોંપ્યો. ← સુડાસુડીની તકરારમાં બચ્ચા રાજાએ સુડાને સોંપ્યા ને ન્યાય તામ્રપત્રે નોંધ્યો. સુડી અનશનથી શેઠ પુત્રી થઇ બે જાતીય અશ્વ પાળી રાજાની ઘોડીઓને દોરી અશ્વ બચ્ચાં લઈને ન્યાયી લેખ કઢાવી રાજાને ચુપ કર્યો.
કનકકૃપા સંગ્રહ
૫૩૧