________________
કુંવરીના લગ્ન કયારે છે? જવાબમાં લગ્ન જ નથી જાણી શેઠે પેલાઓને પકડાવ્યા ને
૧૦લાખ બચ્યા. જન્મ ધૂર્ત-એક ભાઈ ઝવેરીને ત્યાંથી પચાસ હજારનો માલ ખરીદી ટેક્ષ બચાવવા કહે
બીલન કરાવ્યું ને રોકડી હજારની ૫૦ નોટો આપી માલ લઈ ગયો પછી એક બાઈ આવી ૫૦ હજારનો માલ લઇ ચાલવા માંડી વેપારી કહે પૈસા લાવો તો કહે આપ્યા તો છે પોલીસ બોલાવવા કહેતા બાઈ કહે હું જ પોલીસ બોલાવું છું ફલાણા
નંબરોની નોટ હમણા જ આપેલ છે. છેવટે વેપારી રોયો. જન્મ ધૂર્ત મોટરમાં જમણાં હાથે ઠુંઠા યુવકે પાસે આવી કહ્યું ૪૦ હજારનો હાર હોય તો
આપો. પછી કહે. હાથ ઠુઠો છે પાકીટ ભૂલી ગયો છું. આપ જરા મારી પત્ની પર ચીઠ્ઠી લખી મારા ડ્રાઇવરને આપો તે લઈ આવશે. એમ જ થયું. ઝવેરી ખુશ થયો કે ૧૦ હજાર કમાયા પણ સાંજે ઘરે ઝવેરીની જ પત્નીએ પૂછયું કે એકદમ ૪૦ હજાર કેમ મંગાવ્યા? ધૂર્ત-સુખી શેઠ સહકુટુંબ મહિના માટે હવા ખાવા ગયા. પાંચ દિવસ પછી ઘર પાસે ખટારો આવ્યો. અંદરના લોકો શેઠના નોકરને કહે કે શેઠના ઓર્ડર મુજબ સોફાસેટ વિગેરે તૈયાર થતા લાવ્યા છીએ મકાન ખોલો અંદરના રૂમમાં મુકી દઈએ નોકર ખોલ્યું પેલાઓ બધું અંદર મુકી ચાલ્યા ગયા ને આઠ કલાક પછી ખટારામાં . પાછા આવી નોકરને કહે માફ કરજો સરનામું બીજુ જ હતું ભૂલથી સોફાસેટ અહીં લાવ્યા. હવે લઈ જવો પડશે નોકરે મકાન ખોલ્યું પેલાઓ ખટારામાં લઈ ગયા. મહિને શેઠ ઘર આવ્યાને જોયું તો તીજોરી કબાટો તુટેલ અને ઘણો માલ કીંમતી ચોરાઈ ગયેલ. નોકરને ખૂબ ધમકાવતા બધી વાત જાણી શેઠ સમજી ગયો કે સોફાસેટમાં એક આદમીને સંતાડી મુકી ગયેલ જે બધું ઉઠાવી પાછો પેલાઓ આવતાં સંતાયેલ અને સોફાસેટમાં માલ સાથે રવાના થયેલ. ઠગ-એક દુ:ખી હતો કુટુંબમાં ઘણાં મરણ થયા. તેને ભૂતપ્રેતનો વહેમ પડતાં ઇલાજો કરાવ્યા પણ ફાયદો ન થયો. એક સફેદ ઠગ આવ્યો ને આશ્વાસન આપ્યું કે હું કાઢીશ. ધૂપદીપ કરી બધાને બહાર બેસવા કહ્યું ને અંદર પટારી ખોલી સોના ચાંદી ઝવેરાત કાઢી એક ઘડાંમાં ભરી પેક કર્યો. દરવાજો ખોલી કહ્યું જુઓ પ્રેત કેટલો દુષ્ટ ભારે છે. એક સાયકલ લાવો તેના પર ઘડો મુકી દૂર જંગલમાં જઈ દાટી આવું પછી જ બધા ઘરમાં જજો. દરવાજે વાસી ઘડો સાયકલ પર મુકાવી તે રકુ ચક્કર થઇ ગયો. ચાર કલાક બાદ કંટાળી દરવાજો ખોલતાં બધું સમજી ગયો ને રોયો. કનકકૃપા સંગ્રહ
પરનું