________________
તેણે હોડી ડુબતાં તરવાનું પૂછી કહે શેઠ તમારી આખી જીંદગી પાણીમાં ગઈ! ત્યાગનો ઉપદેશ-દૂર્ભવિને કેવો નિવડે? વ્યાપારીએ અત્તરનું પુમડું ઢેઢીને સુંઘાડતા બેભાન થઈ. સમય ઢેઢ વિષ્ટા સુંઘાડી સાજી કરી. અકબરે સાધુઓને વહેંચી દેવા રૂા. ૧૦ની કોથળી બીરબલને દીધી. તે બુદ્ધિશાળી બજારમાંથી સાંજે કોથળી લઈ પાછો આવ્યો. બાદશાહને પૂછતાં કહે જે સાધુ છે તે લેતા નથી. લે છે તે સાધુ નથી, વેષધારીને શું દેવું? વિનય કલ્યાણ કરે પ્રમાણે ઉપદેશ સાંભળીને પતિને ઉત્તમ સમજી ફલસાલે પિતા પુષ્પસાલનો વિનય કરતાં, એકવાર ગામપતિને પિતાએ નમસ્કાર કર્યા તે જોઈ ગ્રામપતિનો, ને તેની સાથે રાજગ્રહી જતાં એ મુજબ માંડલીક, શ્રેણીક, ને છેવટ વિરપ્રભુનો વિનય. દીક્ષિત થઈ વિનય કરતાં કલ્યાણ સાધ્યું. ગંભીરતા-વિજયશેઠે ઉપાધ્યાય પાસેથી ક્ષમા પ્રધાન રહેવું એ તત્વ સ્વીકાર્યું. ભાર્યાને તેડવા જઈ, આવતાં પિતૃગૃહના મોહથી ભાર્યાએ કુવામાં નાખ્યો. માંડ નીકળી ઘેર આવી વર્ષો પછી ભાર્યા તેડી લાવ્યો. પુત્ર થયો સ્નેહ સુખ મળ્યું. બધાને સમજાવે છે કે ગુહ્ય કોઈનું કહેવું નહિ, પૂછવાથી ન પૂછયું સારૂં, એમ જાણ્યાથી-સાંભળવાથીકીધાથી ન કીધું સારું. એક દિ પુત્રે પૂછતાં કહે સ્વાનુભવ છે. બહુ જ આગ્રહથી માતાની વાત કરી. પુત્રે હસીને માતાને પૂછતાં હાર્ટ ફેલ શેઠે દીક્ષા લીધી. ' કાંકરે કાંકરે પાળ બંધાય ટીપે ટીપે સરોવર ભરાય-એક પૈસો સામાન્ય ગણાય. કઈ જ કીમત ન જણાય પણ નીચેની ગણતરીથી જુવો. ભારતની વસ્તી ૩૫ કરોડની છે. તે બધા દર અઠવાડીયે એક જ પૈસો બચાવતો એક વર્ષમાં ૧૮,૨૦, 000000. ૧૮ અબજ ૨૦ કરોડ પૈસા થાય. તેના ૨૮,૪૩,૭૫૦૦૦ રૂ.થાય. એ પૈસાને એક બીજાની ધારે અડાડીન લાઈન બંધ પૃથ્વી ઉપર ગોઠવે તો પૃથ્વીની ૧૧વાર પ્રદક્ષિણા કરવા ઉપરાંત ભારતમાં ઉત્તરથી દક્ષિણ ને પૂર્વથી પશ્ચિમ પાથરી શકાય. એક પર એક ચઢાવી. એતો માઉન્ટ એવરેસ્ટ જેટલા ઉંચા ૨૭૧૮ શિખરો થાય. એ પૈસાને લાઈનબંધ પાથરવામાં આવે તો ૨,૮૭,૨૫૧ માઈલની લાઈન થાય એટલે ફ્રન્ટીયર મેલમાં બેસીએ તો ૬ મહીને એના બીજે છેડે પહોંચાય !! પરોણાગત-પટેલે બે બળદના પરોણો અને સાંબેલો નામ રાખ્યા. ઘેર સાંબેલું સંતાડતા, મહેમાનો પૂછતાં પટલાણી કહે-એ ગાંડા થયા છે ઘેર આવે તેને સાંબેલું મારે છે. પટેલ ઘેર આવતાં કહે પરોણાને (બળદ) પકડ સાંબેલો (બળદ) લઈ આવું. પરોણો જીવ લઈ નાઠો. પટલાણી કહે મેમાને સાંબેલ માગ્યો તો મેં ના
કનકકૃપા સંગ્રહ
૫૧૯