________________
ધન્ય માની પોતે ખરૂણાદિ કિયાથી સંયમ વિરોધી જ્યોતિષ્કમાં દેવ જઈ મુષક થયો. હવે ૫૦૦ ઉંદરડીઓને ત્યાગી, અનશનથી મરી મિથિલાનો મિત્રકુમાર નામે રાજપુત્ર, દીક્ષા લઈ મોક્ષે જશે. પૂર્વભવ સંસ્કારે વજસ્વામી. જન્મતાં દીક્ષાનું નામ સાંભળી જાતિસ્મરણ. દાંતણવાળી રૂપાળી જોઈ, રાજાએ પટરાણી બનાવી. તે માંદી પડી ને કોઈ દવાથી સારૂં ન થતાં, ચાલાક વૈદ્ય સમજી ગયો કે ભીખ માગી ખાવાનો જાતિ-સ્વભાવ છે. તેણે એક ઓરડાનાં ૧૫ ગોખલામાં જારની રોટીના ટુકડા મુકી, દાતણની ઝોળી ભરી ભીંતે ટાંગીને, રાણીને તેમાં એકલી રાખી. તે વાઘરણ ઝોળી ખભે રાખી લ્યો દાતણની પુળી, ને આપો ટુકડા કહેતી, ગોખે ગોખે ભમે પુળી મુકે ને ટુકડા ખાતી જાય. એમ પંદર દિ માં રાતી માતી થઈ ગઈ. તેમ પૂર્વની ઈન્દ્રિય સુખની ગંદી ટેવથી તેમાં લલચાય પણ ધર્મ ગમે નહિ.
કરે તેવું પામે. દગા કીસીકા સગા નહિ, કરના હો તો દેખ લીજીએ... બાવાજીને ઝેરના લાડુ આપનાર બાઈના જ પતિ, તથા પુત્રો તે લાડુથી મર્યા. કરે તેવું પામે-કુલવંતીને યુકિતથી હજામ કર્યો. કરે તેવું પામે-શેઠ ચાર પત્નીથી કંટાળી પરદેશથી પાંચમી લાવી કહ્યું કે શોક્યો નિષ્ફર છે. તેનું કાંઈ ખાઈશ નહિ. એક દિ ચારે શોધે અલગ અલગ ચીંતવી વિષમોદક નવીને આપતાં તેણીએ આગળનો પછીને ને પછીને આગળ એમ આપતા નહી જાણતી ચારે ખાઈ ને મરી. કરે તેવું પામે-મદન શેઠને ૩ પ્રીયા. સુખમાં, સુરમાં ને સુરવમાં. માનીતી છેલ્લીને અંધ કરવા બંનેએ બે યોગીની પાસે યંત્ર કરાવ્યો પણ ઉત્સુક્તાથી ખ અને વનો લેખ લખાયો. યંત્રો બાળતાં બંને અંધ થઈ. દગલબાજ દંડાય-કામી તાપસે શ્રદ્ધાળને ઠગ્યો પણ કન્યાને બદલે વાનરીએ ખાધો. શેઠને ત્યાં ભોજન પીરસનાર તેની રૂપવતી પુત્રીને જોઈ તાપસ કામાંધ થયો. શેઠને કહે આ પુત્રીથી તમારા કુળનો નાશ થશે સમજાવી વિધિ કરી પેટીમાં પુરી નદીમાં વહાવી જે તરતી તેની આશ્રમે પહોંચી. તાપસે તે કાઢીને શિષ્યોને કહ્યું કે હું રાડ પાડું તો પણ ઓરડો ન ખોલતા ભૂખી વાંદરી નીકળી તેણે તાપસને કરડી ખાધો કેમ કે નદીમાં એક કિનારે કોઈએ પેટી ખોલતાં કન્યા જોઈને બાબત જાણી તે પુત્રી
કનકકૃપા સંગ્રહ
૫૯