________________
લો હોય, તે દીર્ધ આયુષ્યવાળો, તેમજ રાજાનો પ્યારો બને છે. દશમ બુધ અને સૂર્ય હોય અને મંગળ તેમજ રાહુ છઠું હોય, તો રાજયોગ થાય છે. આ યોગમાં જન્મેલો માણસ નાયક બને છે.
જે માણસને પહેલા સ્થાનમાં બૃહસ્પતિ હોય, અંતમાં શનિ હોય અને વચ્ચે બાકીના ગ્રહો હોય તો તે યોગ પણ કુટુંબ અને ઉત્તમ બળપ્રદ રાજયોગ જાણવો.
જેના ત્રીજા સ્થાનમાં બૃહસ્પતિ, આઠમા સ્થાનમાં શુક્ર અને વચ્ચે યા અંતમાં બાકીના ગ્રહો હોય, તો તે માણસ નિશ્ચિતપણે રાજા બને છે.
વૃષરાશિમાં બૃહસ્પતિ અને મિથુનમાં ચન્દ્રમા તથા મકરમાં મંગળ અને સિંહમાં શનિ તેમજ કન્યામાં બુધ અને સૂર્ય તથા તુલામાં શુક્ર હોય તો રાજયોગ થાય છે.
આ યોગમાં જન્મેલો માણસ, મહારાજા બને છે.
ઉક્ત યોગોમાં જન્મેલો માણસ જો આઠમા અને બારમા વર્ષે જીવતો રહે છે તો વિશ્વપાલક રાજા બને છે.
જેના જન્મ સમયે કેવળ બૃહસ્પતિ લગ્નમાં રહેલો હોય અને સર્વ યોગો અશુભ હોય તો પણ તે પુરુષ દીર્ધકાળ સુધી જીવનારો, બુદ્ધિમાન અને અગ્રણી બને છે.
ધનુરાશિમાં શુક વા મંગલ અને મીન રાશિમાં બૃહસ્પતિ અને તુલામાં બુધ અને નિ તેમજ ચન્દ્રમાં નીચ રાશિ (૧-૮)માં રહેલ હોય, તો પણ રાજયોગ થાય છે.
આ યોગમાં જન્મેલો માણસ ધનહીન રાજા બને છે અને તે દાતા, ભોક્તા પૂજ્ય અને વિખ્યાત નાયક બને છે.
મીન રાશિમાં શુક્ર અને અંતમાં બુધ તેમજ ધન રાશિમાં રાહુ અને લગ્નમાં સૂર્ય અને જે મંગળ હોય, તો રાજયોગ થાય છે.
જેના ત્રીજા સ્થાનમાં બૃહસ્પતિ અને અગ્યારમાં સ્થાનમાં ચન્દ્રમાં હોય, તે પણ માં રહેવા છતાં વિખ્યાત કુળ દીપક બને છે.
જેના શુભ સ્થાનમાં રહેલા શુભ ગ્રહો, કેન્દ્રભાવમાં પડે એવા યોગમાં જન્મેલો ફણસ, શુભ કર્મ કરનારો થાય છે.
જેના ઉચ્ચ સ્થાનમાં પ્રામ શુભ ગ્રહો કેન્દ્રસ્થાનમાં સ્થિર થાય તો, તે માણસ નીચ કુળમાં જન્મ્યો હોય તો પણ રાજા બને છે.
જેને બૃહસ્પતિ, બુધ અને શનિ પોતાના જ સ્થાનમાં રહેલા હોય, તે માણસ દીધે આયુષ્યવાળો અને પગલે-પગલે સંપત્તિ પ્રાપ્ત કરનારો થાય છે.
જેને મીન રાશિમાં બૃહસ્પતિ શુક અને ચંદ્રમા હોય તે રાજ્ય મેળવે છે. તેમજ તેની કકૃપા સંગ્રહ
૪૦૧