________________
(૨૬૫) કોઈ માણસને સ્વપ્નમાં વરસાદવાળાં વાદળ દેખાય તો ચિંતા કરાવનારું જાણવું.
(૨૬૬) કોઈ માણસને સ્વપ્નમાં વાંદરો દેખાય તો તે ચિંતા કરાવનારું ગણાય. તથા હેરાનગતિ કરાવનારું ગણાય.
(૨૬૭) કોઈ પણ માણસને સ્વપ્નમાં પોતે માછલાં ખાતો હોય એવું દેખાય તો તે સ્વપ્નથી અનેક રીતે કંકાસ અને કલેશ થાય.
(૨૬૮) કોઈ માણસને સ્વપ્નમાં રમત ગમતનાં મેદાનો, ખેલ-કુદનાં સાધનો અથવા કોઈ રમત રમતા માણસ દેખાય તો સુખમાં વધારો થાય તથા તબીયત સુધરવી તેમજ ધનલાભ થવો વગેરે વગેરે શુભ કાર્યો થાય છે.
(૨૬૯) કોઈ માણસને સ્વપ્નમાં સળગતો દીવો, મીણબત્તી, ગાડી, મોટર અથવા કોઈ વાહન દેખાય તો લાભ થાય તથા જુની ઓળખાણ તાજી થાય.
(૨૭૦) કોઈ માણસને સ્વપ્નમાં મધપૂડો અથવા મધ દેખાય તો ધનલાભ થાય અને મિત્ર મળે.
(૨૭૧) કોઈ માણસને સ્વપ્નમાં માછલી દેખાય તો ધનલાભ તથા સુખ શાંતિ આપનારું ગણાય.
(૨૭૨) કોઈ માણસને સ્વપનમાં ભરેલો ઘડો દેખાય તો ધન ધાન્ય તથા કીર્તિમાં વધારો થાય.
(૨૭૩) કોઈ માણસને સ્વપ્નમાં મકાનના બારીબારણા દેખાય તો ચિંતા ઉત્પન્ન કરનારું જણાય.
(૨૭૪) કોઈ માણસને સ્વપ્નમાં ગુસ્સો કરતું બાળક દેખાય તો તેનાથી કોઈ અણધારી આફત આવી પડે તથા ઘરના બધા પરેશાન થાય એમ ગણાય.
(૨૭૫) સ્વપ્નમાં કુમારીકાના દર્શન થાય તો માન આબરૂમાં વધારો થાય તેમજ થાય તેમજ ધનલાભ થાય છે.
(૨૭૬) કોઈ માણસને સ્વપ્નમાં દારૂ કે દારૂની દુકાન જોવામાં આવે તો આયુષ્ય વધારો થાય અનેક રીતે ફાયદો થાય છે.
(૨૭૭) કોઈ માણસને સ્વપ્નમાં જેલનું દશ્ય દેખાય તો અથવા પોતે જેલમાં ગયેલો દેખાય તો અનેક પ્રકારે સુખશાંતિ મળે અને લાભ થાય.
કનકકથા સંગ્રહ
૩૫૫