SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ માણસનું માન વધે તથા અનેક પ્રકારે ધનલાભ તથા બીજા લાભ થાય છે. તેમ મનાય. (૨૫૨) કોઈ પણ માણસને સ્વપ્નમાં બેડી દેખાય અથવા કોઈ પણ જાતનું બંધન દેખાય તો આબરૂમાં વધારો થાય તથા ધનલાભ થાય. (૨૫૩) કોઈ માણસને સ્વપ્નમાં એમ દેખાય કે માથેથી વાળ જતા રહ્યા છે. તો તેનાથી પૈસેટકે નુકશાની થાય તથા કાર્યનાશના યોગો ઊભા થાય. (૨૫૪) કોઈ માણસને સ્વપ્નમાં ભયંકર અંધકાર નજરે પડે તો મુશ્કેલી તથા ચિંતાઓ ઉત્પન્ન થાય છે. (૨૫૫) કોઈ માણસને સ્વપ્નમાં લસણ, ડુંગળી વગેરે દેખાય તો વિના કારણે ઝગડો ઉભો થવાની સંભાવના રહે. (૨૫૬) કોઈ માણસને સ્વપ્નમાં ચામડાની બેગ અથવા ચામડાનો પટો દેખાય તો મુસાફરી કે લગ્નના યોગો ઊભા થાય તથા આનંદદાયક પ્રસંગો ઊભા થાય છે. (૨૫૭) કોઈ માણસને સ્વપ્નમાં ભૂંડ અથવા ડુક્કર દેખાય તો અનેક પ્રકારે અચાનક લાભ થાય છે. (૨૫૮) કોઈ માણસને સ્વપ્નમાં ગાડી, મોટર વગેરે દેખાય તો પોતાના પુરાણા સંબંધીનો મેળાપ થાય છે. (૨૫૯) કોઈ માણસને સ્વપ્નમાં લીલા પાંદડા અથવા સુકા પાંદડા દેખાય તો ચિંતા થાય. (૨૬૦) કોઈ માણસને સ્વપ્નમાં માછલા પકડતો માછી દેખાય તો સાવધ રહેવું કારણ કે પોતાનો માણસ દગો કરે. (૨૬૧) કોઈ પણ માણસને સ્વપ્નમાં પોતાને દાગીના મળતા દેખાય તો ધનધાન્યમાં વધારો થાય તેમજ પોતાની ઉન્નતિ એમ સ્વપ્ન આવનારે સમજવું. (૨૬૨) કોઈ માણસને સ્વપ્નમાં મલ્લ દેખાય તો સુખશાંતિમાં અનેક રીતે વધારો થાય છે. (૨૬૩) કોઈ માણસને સ્વપ્નમાં ઉજળો માણસ કે કોઈ પરદેશી દેખાય તો તે માણસને પુષ્કળ ધનલાભ થાય છે. (૨૬૪) કોઈ માણસને સ્વપ્નમાં દાદરો કે નિસરણી દેખાય તો ધનલાભ થાય પરંતુ તે પહેલા આભ પાતાળ એક કરવા જેટલા (ગમે તેટલા બને યા ન બને) તેટલા પ્રયતનો કરવા પડે. ૩૫૪ કનકકૃપા સંગ્રહ
SR No.023015
Book TitleKanak Jain Vividh Sangraha
Original Sutra AuthorN/A
AuthorHariprabhvijay
PublisherKanakkirti Harigranth Mala
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy