________________
આજીવદોષ-જાતિ-કુલ જણાવી આહારાદિ લે છે.
૫ વનીપતદોષ-શ્રમણ, બ્રાહ્મણ, તાપસ, અતિથિ કે કૂતરાઓના ભક્તોની સામે આહારાદિ માટે સાધુ પણ પોતાને તેનો તેનો હું પણ ભક્ત હતો એમ જણાવી આહારાદિ મેળવે તે.
૬ ચિકિત્સાદોષ-ઔષધ વગેરે વૈધું બતાવી આહાર લે તે. ૭ ક્રોધદોષ-કોધ કરી, ભય દેખાડી આહાર લે તે. ૮ માનદોષ-અભિમાન કરી હારાદિ લે તે. ૯ માયાદોષ-માયા-કપટ કરી આહારાદિ લે તે.
૧૦ લોભદોષ-મનોભિષ્ટ આહારાદિને મેળવવાના લોભે ઘણાં ઘરોમાં ફરનારનો લાવેલ આહાર છે.
૧૧ પૂર્વ-પશ્ચાતસંસ્તવ દોષ-પૂર્વનાં (માત-પિતાદિ) અને પછીના (સાસુસસરા આદિ) સંબંધીઓ જેવા દાન આપનારને જણાવી આહારાદિ લાવે તે.
૧૨ વિદ્યાદોષ-વિદ્યા શીખવીને આહીરાદિ લે તે. ૧૩ મંત્રદોષ-મંત્ર શીખવીને આહારાદિ લે તે.
૧૪ ચૂર્ણ દોષ-નેત્રાદિમાં અંજન કરવાથી અદશ્ય થઈ શકાય, રૂપ બદલી શકાય એવા પ્રકારની શક્તિવાળા ચૂર્ણો આપી આહારાદિ લે તે.
૧૫ યોગપિંડદોષ-સૌભાગ્ય-દૌભાંગ્ય-સ્થંભન-મોહન-કામણ વગેરે યોગનો ઉપયોગ કરીને મેળવેલ આહારાદિ લે તે.
૧૬ મૂલકર્મ દોષ-ભિક્ષા માટે ગર્ભ થંભાવવો, ધારણ કરાવવો, ગળાવવો, રાખડી બાંધવી વગેરે ચારિત્રનો મૂળમાંથી નાશ કરનાર કર્મ કરીને આહારાદિ મેળવવાં તે.
આ દોષો સાધુથી લાગે છે. ૩ ગ્રહમૈષણા-(દેનાર તથા લેનાર)ના દશ દોષો:
૧ શક્તિ-સાધુ આધાકર્મ આદિ દોષથી હૃદય શક્તિ હોવા છતાં આહારાદિ લે છે. ૨ પ્રક્ષિત-સચિત્ત-અચિત્ત ખરડાયેલી વસ્તુવાળો પિંડ ગ્રહણ કરે છે. ૩નિક્ષિપ્ત-અચિત્ત પણ આહારાદિ સચિત્ત ઉપર મૂકેલ હોય તે ગ્રહણ કરે છે. ૪ પિહિત-સચિત્તથી ઢાંકેલ ગ્રહણ કરે છે.
૨૫૬
કનકકુપા સંગ્રહ