________________
કરેલું.
૩પૂતિકર્મ-સુઝતા આહાર ભેગો લેશ માત્ર પણ આધાકર્મી નાખે છે. ૪ મિશ્રજાત-પ્રથમથી જ પોતાના અને સાધુના ઉદ્દેશથી ભેગું તૈયાર કરેલું. ૫ સ્થાપના-સાધુને નિમિત્તે કેટલોક વખત મૂકી રાખવું તે. ૬ પ્રાભૂતિકા=સાધુ-સાધ્વીના માટે ઉત્સવ-જમણવાર લગ્ન વગેરે આઘાપાછા
કરે તે.
૭ પ્રાદુષ્કરણ-અંધારે દીવાનો પ્રકાશ કરીને આહાર આપે છે. ૮ કીત-વેચાતું લઈને આપે છે. ૯ પ્રામિયક-ઉછીનું લઈને આપે તે.
૧૦ પરાવર્તિત-ખરાબ વસ્તુ બીજાને આપી અને તેની પાસેથી સારી વસ્તુ બદલાવીને આપે તે.
૧૧ અભ્યાહત-સામે લાવીને વહોરાવે તે.
૧૨ ઉભિન્ન-કુડલા આદિમાંથી ઘી વગેરે કાઢવા માટે તેમના મોઢા આદિ ઉપરથી માટી વગેરે કાઢવાથી દોષ લાગે છે.
૧૩ માલાપહત-માળ એટલે ઉપલી ભૂમિ, શિકા વગેરે ભોયરામાં કે ઉચે મૂકેલું સાધુ માટે લાવે છે.
૧૪ આચ્છેદ્ય-જે પારકું બલાત્કાર લઈને આપે છે. ૧૫ અનિચુટ-સહીયારાની વસ્તુ એક બીજાની અનુમતિ વિના આપે તે.
૧૬ અધ્યવપુરક-સાધુ-સાધ્વીનું આગમન સાંભળી તેના માટે પોતાને માટે પકાવવા પેલમાં વધારે રંધાવે તે.
આ સોળ દોષો ગૃહસ્થથી લાગે. ૨ સોળ ઉત્પાદન (લેનારથી લાગે તે) દોષો
૧ ધાત્રીદોષ-ગૃહસ્થના બાળકને રમાડીને આહાર લે તે. ૨ દૂતીદોષ-સંદેશો કહીને આહાર લે છે. ૩ નિમિત્તદોષ-નિમિત્ત પ્રકાશી આહારાદિ લે તે.
કનકકૃપા સંગ્રહ
૨૫૫