________________
૧૭. વિશ્વભૂતિ રાજા
૧૮. સાતમો દેવલોક ૧૯. ત્રિપૃષ્ટ વાસુદેવ
૨૦. સાતમી નરકે ૨૧. સિંહ
૨૨, વિમલરાજકુમાર નારકી તથા તીર્થંચનું ભવ ભ્રમણ ૨૩. વિદેહે પ્રિય મિત્ર ચક્રવર્તી ૨૪. મહાશુક દેવ
૨૫. નંદન રાજકુંવર ૨૬. પ્રાણત દેવલોક પુષ્પોત્તર વિમાન ૨૭. મહાવીર સ્વામી.
(ગિરનારના મહાત્મ માંથી તીર્થકરનો જીવ નરક કે દેવલોકમાંથી નીકળીને તીર્થકર થાય છે, તેમાં દેવલોકમાંથી વૈમાનીક કોઈ પણ દેવમાંથી થઈ શકે છે. નરકમાંથી પ્રથમની ત્રણ નરક માંથી જ થઈ શકે છે. પરંતુ મનુષ્ય કે તીર્થંચમાંથી નીકળેલા થતા નથી.
હવે તીર્થકરનો જીવ દેવ કે નારકી માંથી જયારે આવીને માતાની કુક્ષીમાં આવે ત્યારે માતાને ૧૪ મહા સ્વપ્ન આવે છે તે ચૌદ સ્વપ્ન આ પ્રમાણે 1. હાથી ૨. વૃષભ
૩. કેશરી સિંહ ૪. લક્ષ્મી દેવી
૫. પુષ્પની માળા ૬. ચંદ્ર ૭. સૂર્ય ૮. ધ્વજ
૯. પૂર્ણ કળશ ૧૦. પસરોવર ૧૧. ક્ષીર સમુદ્ર ૧૨. દેવવિમાન ૧૩. રત્નનો રાશિ ૧૪.નિધૂમ અગ્નિ.
તીર્થકર જયારે જન્મે ત્યારે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિજ્ઞાન આ ત્રણ જ્ઞાન સહિત જન્મે છે જયારે જન્મે છે ત્યારે સાતે નરકે અજવાળા થાય છે. તે આ પ્રમાણે.
સાતે નરકના અજવાળા. ૧. ભગવાન જન્મતી વખતે પહેલી નજરમાં સૂર્ય જેવું અજવાળું થાય. ૨. બીજી નરકની અંદર વાદળાંથી છવાયેલા સૂર્ય જેવું અજવાળું થાય. ૩. ત્રીજી નરકની અંદર ચંદ્ર જેવું અજવાળું થાય છે. ૪. ચોથી નરકની અંદર વાદળાથી છવાયેલા ચંદ્ર જેવું અજવાળું થાય છે. ૫. પાંચમી નરકની અંદર ગ્રહ જેવું અજવાળું થાય છે. . ૬. છઠી નરકની અંદર નક્ષત્ર જેવું અજવાળું થાય છે.
૭. સાતમી નરકની અંદર તારા જેવું અજવાળું થાય છે.
પ્રભુના જન્મ વખતે સુતિકા કર્મ કરવા માટે (૫૬) દિક્ કુમારીકાઓ આવે છે તેના નામ આ પ્રમાણે.
કનકથા સંગ્રહ