________________
ભાવપૂર્વક જાપ કરવાથી સાતસારોપમના પાપનો નાશ થાય છે. નવકારના એકજ પદનો જાપ કરવાથી) પચાસ સાગરોપમનું પાપ હણે છે. સંપૂર્ણ નવકારનો જાપ કરવાથી પાંચસો (૧૦) સાગરોપમના પાપનો નાશ થાય છે. ૮૦૮૦૮૮૦૮ નવકાર મંત્ર ગણનાર જીવ ચોક્કસ (અવશ્ય) મુકિત પદને પામે છે.
તર્જની - આંગળી વડે નવકાર વાળી ગણનાર મુકિતપદને પામે છે. મધ્યમ - આંગળી વડે ગણનારને ધનની વૃધ્ધિ થાય છે. અનામિકા - આંગળી વડે ગણનારને સર્વ પ્રકારની શાંતિ મળે છે. કનિટા - આંગળી વડે ગણનાર શત્રુને વશ કરનાર બને છે.
શ્રી નવકાર મહામંત્ર જૈન શાસનનો સાર છે. ૧૪ પૂર્વમાંથી ઉધ્ધરેલો છે. જેના મનમાં નવકાર મહામંત્રનું સ્મરણ થતું હોય તેને સંસાર કશું જ કરી શકે નહી. નવકાર મહામંત્રને યાદ કરવાથી પાણી અટકી જાય છે, અગ્નિ શાંત પડી જાય છે, શત્રુઓ નમી જાય છે. ચોરોનો ઉપદ્રવ મટી જાય છે, સર્વ રોગો નાશ થઈ જાય છે, સર્વ ઘોર ઊપસર્ગો વિગેરે દુષ્ટ તત્વોનો નાશ થઈ જાય છે.
નવકાર મંત્ર દુ:ખને હરે છે, સુખને કરે છે, જશનો જન્મ આપે છે. ભવ સમુદ્રનું શોષણ કરે છે. આ લોકને પરલોકમાં નવકાર સુખનું મૂળ છે નવકારથી બીજો કોઈ મંત્ર ત્રણ લોકમાં ચડીયાતો નથી, તેથી રોજ પરમ ભકિતથી નવકાર મહામંત્રનું સ્મરણ કરવું જોઈએ.
અહો-આ જગતમાં નવકાર મહામંત્ર કેટલો ઉદાર છે ! કે પોતાની પાસે એક સંપદા છે જ્યારે સજજનોને અનંત સંપદા આપે છે. માટે બેસતાં-ઉઠતાં-ખાતાં-પીતાં-હરતાંફરતાં સર્વ કાળમાં નવકાર મહામંત્રનું અવશ્ય સ્મરણ કરવું જોઈએ. મરતી વખતે નવકાર યાદ આવે તો મોક્ષ મળે છે. મોક્ષ ચુકી જાય તો વૈમાનિક દેવ થાય છે.
નવકાર થી સુખી થનાર જીવોના નામ-મયણા, શ્રીપાળ, શ્રીમતી, શીવકુમાર, પીંગલ અને હુડક ચોર, સમળી, અમરકુમાર, સર્પ, વિગેરે અનેક જીવો સુખ પામ્યા છે.
તીર્થંકરોના વર્ણન સાથે મહાવીર સ્વામીનું ટુંક જીવન ચરિત્ર,
ચોવીસ તીર્થકરોના ભવની સંખ્યા તથા નામ. ૧. ઋષભદેવના ૧૩ ભવ ૧. ધના સાર્થવાહનો
૨. દેવકુયુગલીયા
કનકકુપા સંગ્રહ