________________
પાલિતાણાથી, ઘેટીથી, શેત્રુંજય નદીથી, રોહીશાળાથી
શેત્રુંજય પર્વત પર નીચેના દિવસોએ મેળો ભરાય છે અને તે વખતે હજારો યાત્રાળુઓ - કે આસપાસના જૈનેતર લોકો આવે છે. કાર્તિકી પૂનમ, ફાગણ સુદ આઠમ, ફાગણ સુદ તેરસ, ચૈત્ર સુદ પૂનમ, વૈશાખ વદ છઠ્ઠ,
અષાડ સુદ ચૌદસ ળવાણું યાત્રાની વિધિ નવાણું યાત્રા કરનારે નીચે જણાવેલ પાંચ જગ્યાએ દરરોજ ચૈત્યવંદન કરવું. જય તળેટીમાં,
શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરે, રાયણ પગલે,
- પુંડરિક સ્વામિના મંદિર, દાદાના મંદિરે. નવાણું યાત્રા કરનારે દરરોજ ૧૦ બાંધી નવકારવાળી ગણવી. જેથી નવાણું પુરી થતાં એક લાખ નવકાર ગણી શકાય. નવાણું યાત્રા કરનારે સચિતનો ત્યાગ કરવો. બ્રહ્મચર્યનું શુદ્ધ પાલન કરવું, શક્તિ હોય તો એકાસણું કરવું, ભૂમિ પર સંથારો કરવો, પગે ચાલીને યાત્રા કરવી, દરરોજ બે ટાઈમ પ્રતિક્રમણ કરવું. નવાણું યાત્રા કરનારે દરરોજ એક ગિરિરાજની યાત્રા કરવી. અને ઘેટીની પાગની નવા યાત્રા કરવી. કુલ ૧૦૮ યાત્રા કરવી. નવાણું કરનારે એક વખત રથયાત્રાનો વરઘોડો ચડાવવો. એક વખત નવાણું પ્રકારી પૂજા ભણાવવી અને એક વખત દાદાની આંગી રચાવવી. દરરોજ ત્રણ પ્રદક્ષિણા દેવી અને એક વખત ખમાસમણના ૧૦૮ દોહા બોલી દરેક દોહાએ પ્રદક્ષિણા દેવી. ' દરરોજ નવ સાથીઆ કરવા ને તેના પર નવ ફળ અને નૈવેધ મુકવા. એક વખત ૧૦૮ સાથીઆ કરી તેના પર બદામ મુકવી. હમેશાં અષ્ટ પ્રકારી પૂજા કરવી. શ્રી શેત્રુજ્ય તીર્થ આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ કહી નવ લોગસ્સનો કાઉસ્સગ્ન કરવો. એક વખત ૧૦૮ લોગસ્સનો કાઉસ્સગ્ન કરવો. શક્તિ હોય તો ચઉવિહારો છઠ્ઠ કરીને સાત યાત્રા કરવી. શંત્રુજ્ય નદીની પાસેથી એક વાર અવશ્ય યાત્રા કરવી. ' કનકકૃપા સંગ્રહ
૧૭૭