________________
થાય અને ૧૦૧ સંમૂર્છિમ (ગર્ભજ મનુષ્યના મળ-મૂત્રાદિ ૧૪ અશુચિ સ્થાનમાં ઉત્પન્ન થનારા) મનુષ્યના ભેદ મળી ૩૦૩ ભેદો મનુષ્યના થાય.
નારકીના ૧૪ ભેદો
ઘમ્મા, વંશા, શેલા, અંજના, રિટા, મઘા, માઘવતી એ સાત નારકના પર્યાપ્ત અને અપર્યાપ્તા મળી ૧૪ ભેદ થાય. અહીં અપર્યાપ્તા તે ઉત્પત્તિ સમયની અપેક્ષાએ=કરણ અપર્યાપ્તની અપેક્ષાએ સમજવા, લબ્ધિની અપેક્ષાએ તો દરેક નારકી લબ્ધિપર્યાપ્ત હોય છે.
દેવતાના ૧૯૮ ભેદો
૧૦ ભવનપતિ, ૧૫ પરમાધામિ, ૮ વ્યંતર, ૮ વાણવ્યંતર, ૧૦ તિર્યક્ભક, પ ચર જયોતિષ, ૫ સ્થિર જયોતિષ, ૩ કિલ્હીષિક, ૯ લોકાંતિક, ૧૨ વૈમાનિક, ૯ ત્રૈવેયક અને ૫ અનુત્તર મળી ૯૯ ભેદ થાય તે ૯૯ ને પર્યાપ્ત અને અપર્યાપ્ત સાથે ગુણતાં ૯૯ X૨=૧૯૮ ભેદ થાય
અહીં પણ અપર્યાપ્ત એ કરણ અપર્યાપ્તની અપેક્ષાએ સમજવા. લબ્ધિથી દરેક દેવો લબ્ધિપર્યાપ્ત હોય છે.
એ પ્રમાણે તિર્યંચના (૨૨+૬+૨૦=૪૮)૪૮, મનુષ્યના ૩૦૩, નારકીના ૧૪, અને દેવતાના ૧૯૮ મળી ૫૬૩ ભેદ થાય.
ઇરિયાવહિયંના ૧૮૨૪૧૨૦ ભાંગા
ઉપરના ૫૬૩ જીવભેદને ઈરિયાવહિયંના ‘‘અભિહયાથી જીવિયાઓવવરોવિયા'' સુધીના ૧૦ પદો સાથે ગુણતા ૫૬૩૦ થાય. તેને રાગ અને દ્વેષ સાથે ગુણતાં ૧૧૨૬૦ થાય. તેને મન-વચન-કાયાએ ગુણતાં ૩૩૭૮૦ થાય. તેને કરવું-કરાવવું-અનુમોદવું સાથે ગુણતા ૧૦૧૩૪૦ થાય. તેના અતીત, અનાગત અને વર્તમાનકાળ સાથે ગુણતાં ૩૦૪૦૨૦ થાય. તેન અરિહંત, સિધ્ધ, સાધુ, દેવ, ગુરૂ અને આત્મા એ છની સાક્ષીએ ગુણતાં ૧૮૨૪૧૨૦ ઈરિયાવહિયંના મિચ્છામિ દુક્કડં ભાંગા થાય.
૮૪ લાખ જીવયોનિમાં ઈન્દ્રિયોની ન્યૂનાયિકતા ૮૪ લાખ જીવયોનિમાં સંખ્યા નીચે પ્રમાણે
૨. અપ્લાય ૭ લાખ
૪. વાયુકાય ૭ લાખ
૬. સાધારણ વનસ્પતિકાય ૧૪ લાખ
૧. પૃથ્વીકાય ૭ લાખ
૩. તેઉકાય ૭ લાખ
૫. પ્રત્યેક વનસ્પતિકાય ૧૦ લાખ
કનકકૃપા સંગ્રહ
કા