________________
જ્ઞાન ગંગા વહાવે ગુરુવર|
સિદ્ધિ પદને પામવાની ઈચ્છાવાળા જીવોએ જ્ઞાનતો અવશ્ય પ્રાપ્ત કરવું જ પડે તેના વિના મુક્તિ નથી, અને તે જ્ઞાન આપનાર સદ્ ગુરુ ભગવંત છે.
જેમ ગ્રીષ્મઋતુમાં અરણ્યને વિષે પર્યટન કરી રહેલા અતિવૃષિત અને ક્ષધિત એવા માર્ગભૂલેલા મુસાફરને જો ક્યાંક જોડેના સ્થળમાં ફળાદિકથી જુમતા અને ગાઢ શીતળ ઘેરી છાયાવાળા વૃક્ષો તથા જોડે જ કલ કલ કરતી નદી વહેતી દેખાય તો કેટલો આનંદ થાય!
તેમ ભવારણ્યને વિષે ભટકી રહેલા ભવ્યાત્માને સાચો રાહ બતાવનારા તથા જ્ઞાનગંગા વહાવી સંતોષ આપનારા ગુરુભગવંતનો ભેટો થયો હોય તો કેટલો આનંદ થાય!
ખરેખર મારા જીવનમાં પણ એવું જ બન્યું છે. મારું સંસારીક જન્મસ્થલ ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર, ન કોઈ સાધુ ભગવંતોનો વિહાર, ન કોઈ જૈન ધર્મનું જાણકાર, એક પણ જૈનનું ઘર નહિ. એવા સ્થળમાં મારો જન્મ થયો. ત્યાં મને કોણ ઉગારનાર છતાં પણ મારા ઉપર કૃપા દ્રષ્ટિ રાખનારા અજ્ઞાનના અંધકારમાંથી ઉગારવાની ભાવનાવાળા ગુરુભગવંત હાડેચાનગરમાં મળી ગયા. એમના સાનિધ્યમાં | રહેવાનું મન થઈ ગયું. અને એમણે મને ભવતારક ભાગવતી દીક્ષા આપી. જયારે હું સંસારમાં હતો ત્યારે બધા કરતા ઠોઠ હતો. ભણવામાં બિલકુલ કાચો હતો પણ જેમ સૂર્યના કિરણ પડતા સૂર્યમુખી ખીલે તેમ ગુરુ કૃપાના કિરણો મારા પર પડતા મારું જીવન ખીલી ઉઠ્યું અને અનોખું પરિવર્તન આવ્યું.
ગુરુમહારાજને ભણાવવાનો ઘણો જ શોખ છે, તેમણે શિબીરો કરીને તથા પાઠશાળાવિગેરેમાં બાળકો ઘણા તૈયાર કરેલ છે અને એમની પાસે ભણાવવાની ઘણી - સરસ ચાવીઓ છે કે કઠીન વિષય ને પણ સરળ બનાવી (સરળ રીતથી) તરત વિદ્યાર્થીના મગજમાં ઠસાવી દે અને તેમની પાસે વિદ્યાભ્યાસ કરવામાં વિદ્યાર્થીને ઘણોજ આનંદ થાય છે. જે વ્યક્તિને જ્ઞાનની પિપાસા હશે અને તે જો ગુરુ ભગવંત નો સંગ કરશે તે જરૂર જ્ઞાન પામ્યા વિના નહિ રહે. આ પુસ્તક પણ ગુરુ ભગવંતની કૃપાદ્રષ્ટિ નીચે તૈયાર થયું છે. એમાં ગુરુ મહારાજનો જ મોટો ઉપકાર છે. હું માત્ર કંઈ જ નથી. જે છે તે બધું ગુરુજીની કૃપા જ છે. કૃપાનિધિ ગુરુભગવંતનાં ચરણોમાં કોટી કોટી વંદન. આ પુસ્તક છપાવવામાં હ્રસ્વદીર્ધાદિ કોઈપણ પ્રકારનો મારો કે પ્રેસ દોષ રહી ગયો હોય તો મિચ્છામિ દુક્કડે માંગુ છું.
આ પુસ્તક સહુકોઈવાંચે અને સમ્યગ્રજ્ઞાન પામેસિદ્ધિ પદને પામે એજ શુભેચ્છા.
મુનિ હરિપ્રભ વિજ્ય.