________________
૯. ૧૬ વર્ષની ઉમર થયા પહેલાં મૈથુન સેવનાર. ૧૦. વૃધ્ધાવસ્થામાં પરણનાર. ૧૧. ચિંતા દૂર થયા પછી વિવાદ કરનાર. ૧૨, હજામત કરાવતાં વાત કરનારા ૧૩. અજાણ્યા સાથે ચાલનાર. ૧૪. પચ્છખાણ લઈ યાદ નહિ કરનાર. ૧૫. ધનવાન તથા પંડિત સાથે બડાઇ કરનાર. ૧૬. તપસ્વી સાથે વાદ કરનાર, ૧૭. પરના પાસે રૂપ બળ ધન ઐશ્વર્ય વિદ્યા દેખી ઈર્ષા કરનાર, ૧૮. વૈદને મળી રોગોનું નિદાન કર્યા છતાં ઔષધ નહિ ખાનાર. ૧૯. પંડિત જ્ઞાની મળ્યા છતાં મનને સંશય નહિ ટાળનાર. ૨૦. પાણી પીતાં હસનાર. ૨૧. દરિદ્ર અવસ્થા પ્રાપ્ત થયા છતાં ધનવાન થવાની ઈચ્છા રાખનાર. ૨૨. પરના લોકો સાથે પ્રીતિ કરનાર. ૨૩. ઉધાર આપી પાછું નહિ માગનાર. ૨૪. માથે દેવું કરી ધર્મ કરણી કરનાર. ૨૫. દેવ ગુરૂ માતપિતાની ભકિત નહિ કરનાર. ૨૬. સજ્જનો મળ્યા છતાં ગુણ નહિ મેળવનાર. ૨૭. સુપાત્રનો જોગ પ્રાપ્ત થયા છતાં દાન નહિ દેનાર. ૨૮. પોતાના ગુણો પોતેજ બીજા આગળ ગાનાર. ૨૯. સ્વજન સાથે વેરઝેર કરી બીજા લોકો સાથે પ્રીતિ કરનાર,
ત્રીસ વસ્તુનું વર્ણન સાધુની ૩૦ ઉપમા: ૧. કાંસાનું ભાજન, ૨. શંખ
૩. કૂર્મ, ૪. કંચન, ૫. કમળ,
૬. ચંદ્ર, ૭. સૂર્ય, ૮. પૃથ્વી,
૯. મેરૂ, ૧૦. સ્વયંભૂરમણ, ૧૧. અગ્નિ,
૧૨. ચંદન, ૧૩. વૃષભ,
૧૪. કહપાણી, ૧૫. ગજ, ૧૬. સિંહ, ૧૭. ગેંડો,
૧૮. ભારંડપક્ષી, ૧૯. જીવ, ૨૦. સર્પ,
૨૧. આકાશ, ૨૨. શરદઋતુનું પાણી, ૨૩. ચકોરપક્ષી, ૨૪. ભ્રમર, ૨૫. પારેવો, ૨૬. હરણ,
૨૭. વાયુ, ૨૮. વૃક્ષ, or - ૨૯. સરોવર,
૩૦. પંખીની ઉપમા
કનકકુપા સંગ્રહ
૧૦૭