________________
|| [ અહં નમઃ સુધા બિંદુ
[પ. પૂ. પંન્યાસ મહારાજશ્રી ધુરંધરવિજયજી જેનશ્રુતના ધુરંધર ઉપાસક છે. તેમણે આજ સુધીમાં વિદગ્ય તેમજ સર્વોપયોગી અનેક ગ્રંથ લખેલા છે, તેમજ પિતાનાં ચિંતન-મનનને લાભ સામયિકો દ્વારા સમાજને આપેલ છે. તેઓશ્રી છેલ્લા ત્રણ ચાર વર્ષથી જ્યારે જ્યારે કોઈ સુવિચાર આવે ત્યારે તેને નોંધપોથીમાં ટપકાવી લેતા. આ રીતે આશરે એક હજાર જેટલા સુવિચારોને સંગ્રહ થયેલ. તે અમારી નજરે પડ્યો અને તેમાંના સુવિચારોનું નિરીક્ષણ કરતાં તે અમને સુધાબિંદુ જેવા લાગ્યા, એટલે તેમાંથી ચૂંટેલા ૧૭૪ સુવિચાર સુધાબિંદુ તરીકે અહીં રજૂ કર્યા છે. આશા છે કે તે પાઠકને ખૂબ ગમશે અને જીવનની સુંદર સામગ્રી પૂરી પાડશે. સંપાદક. ૧. શુદ્ધદેવ, શુદ્ધગુરુ અને શુદ્ધ ધર્મ એ ઉત્તમોત્તમ છે. ૨. કાજળ ઘેરી અંધારી રાતમાં ધર્મ એ વિઘુરેખા
સમાન છે. ધર્મને એક અંશ પણ જે શુદ્ધ હોય તે કરડે મણુપ્રમાણુ કર્મનાં કાષ્ઠને બાળી નાખવા સમર્થ છે. દષ્ટિ સ્પષ્ટ, નિર્મળ અને સૂક્ષ્મ રાખવી. પરપદાર્થોના મેરુ જેવડા ઢગ કરતાં સ્વપદાર્થને અણુ વધુ કિંમતી છે.. નકામા ઘણુ શબ્દ બેલવાથી વચનશક્તિ ઘટે છે,