SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ કરવાના પ્રયત્ન કાઇક (વિરલ) મહાત્મા જ કરે છે. વર્તુમાન દુ:ખને (ઉદયપ્રાપ્ત પાપકમને) દૂર કરવુ, એ જીવના હાથમાં નથી, જ્યારે દુ:ખ ઉપરના દ્વેષને દૂર કરવામાં તે સ્વતંત્ર છે. દુઃખ પરના દ્વેષ દૂર થતાં જ દુઃખ એ તત્ત્વતઃ દુઃખ અર્થાત્ પીડા કરનારું રહેતું જ નથી. પેાતાના દુઃખ પર રહેલા દ્વેષને દૂર કરવાના સરલતમ ઉપાય કરુણા ભાવના છે. કરુણા ભાવના એટલે ખીજાએનુ દુ:ખ દૂર કરવાની વૃત્તિ. જેમ આપણને પેાતાના દુઃખ ઉપર દ્વેષ છે, તેમ ખીજાએનાં દુ:ખ પર દ્વેષ થવો જોઇએ અને તે દુઃખ દૂર કરવાની તાલાવેલી જાગવી જોઇએ. ખીજાઓનાં દુઃખ દૂર કરવાની ચિંતા જ્યારે મનમાં જાગે છે, ત્યારે પેાતાનું દુઃખ ભુલાઈ જાય છે. પેાતાનાં દુ:ખને ભૂલી જવામાં જ સાધનાનું રહસ્ય છુપાયેલું છે, વ્યક્તિગત દુ:ખ પ્રત્યેના દ્વેષનું સ્થાન સર્વ દુ:ખી જીવોનું દુઃખ બનાવવુ, એ જ કરુણા ભાવનાનું રહસ્ય છે. ‘મારાં દુ:ખા નાશ પામેા,’ એવી વૃત્તિ સને હાય છે; તેનાં સ્થાને સવનાં દુઃખા નાશ પામેા,' એવી ઈચ્છા પ્રમળ બનાવવી જોઇએ. આ ઈચ્છાના મળથી અન્યને અપકાર કરવાની મલિન ચિત્તવૃત્તિ નાશ પામે છે અને ક્રોધ પણ શમી જાય છે. દુ:ખીની અપેક્ષાથી પોતે સુખી છે, એમ જાણવાથી ‘હું ઉચ્ચ, હું શ્રીમંત, હું સુખી, હું રૂપવાન, હું બળવાન,’ વગેરે અભિમાન (૪૫) થાય છે. આ ૬ દુઃખી પ્રત્યે તિરસ્કાર કરાવે છે. બધાં પ્રાણીઓને આત્મતુલ્ય માનીને ૪૯
SR No.023004
Book TitleDharmbij
Original Sutra AuthorN/A
AuthorAnahat
PublisherHiralal Maniklal Shah
Publication Year1958
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy