SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ + ચારિત્રપાલનમાં ગુરુકુલવાસ અગત્યનું સ્થાન ધરાવે છે. ગુરુકુલવાસનું મૂળ કૃતજ્ઞતાભાવ છે. શિષ્યને ગુર્વાદિ ઉપકારક પ્રત્યે કૃતજ્ઞતાભાવ ન હોય તે ગુરૂ-શિષ્યભાવ ટકી જ શકતા નથી. કૃતજ્ઞતા, વિનય, વૈયાવૃત્ય સ્વગેરે ગુણોના મૂળમાં પણ પ્રગટ કે પ્રચ્છન્નપણે પ્રમેદ ભાવનાજ કામ કરે છે. જગતમાં જે કાંઈ સત્કાર્યો થાય છે, તેની પાછળ બળ પ્રેરનાર પ્રમોદભાવનાજ છે. જિનમંદિર વગેરે ધર્મસ્થાને પણ અમેદ ભાવનાના પાયા પર ઉભા થાય છે. જિનમંદિરાદિ બંધાવનારને એ વિચારણા આવે છે કે સર્વગુણસંપન્ન એવા શ્રી અરિહંત પરમાત્માની ભક્તિ આ જિન મંદિરમાં થશે અને તે કારણે અનેક ભવ્ય આત્માઓ ધર્માભિમુખ થશે. ધર્મમાં જોડાવાથી અનેક ગુણે તેમનામાં પ્રગટશે. અહિં “ભવિષ્યમાં ગુણે પ્રગટશે વગેરેને હર્ષ એ પ્રમાદ ભાવને સૂચક છે. જે ધર્મ સ્થાનમાં અનેક આત્માઓ ભેગા થાય છે, ત્યાં પ્રભેદ ભાવનાનાં સાક્ષાત્ દર્શન થાય છે. અત્યંત કલાહલમાં પણ અમેદ ભાવનાનાં દર્શન કરનારા મહાન આત્માઓ તે કેલાહલથી ઉદ્વેગ પામતા નથી, પણ પિતાની પ્રદ ભાવનાને તેઓ વિકસાવે છે. બીજાની નાનામાં નાની સક્રિયા તરફ પણ પ્રમોદ ધારણ કરે જોઈએ. તે જીવમાં દેખાતા + ચારિત્ર=સંયમ જીવન. : વૈયાવૃત્ય ધર્માચાર્ય વગેરેની સેવા. ૩૨
SR No.023004
Book TitleDharmbij
Original Sutra AuthorN/A
AuthorAnahat
PublisherHiralal Maniklal Shah
Publication Year1958
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy