________________
૫. આ ભવચકમાં અનાદિકાળથી હું ભમી રહયો છું જગતના જી પૂર્વના અનેક ભામાં અનેક વખત મારા બંધુ થયા છે. આ રીતે બધા મારા બંધુ છે. બંધુ સાથે વૈરવિધ કરવે ઉચિત છે? (આનું જ નામ સાચું વિશ્વબંધુત્વ.)
૬. આ સંસારમાં સર્વ જી મારી સાથે માતા, પિતા, બ્રાતા, ભગિની, પત્ની, પુત્ર, પુત્રી, વગેરે સર્વ કૌટુંબિક સંબંધે વડે જેડાયા છે. માટે આ વિશ્વ મારું કુટુંબ છે. વસુધૈવ કુટુંવ'. કુટુંબીજન સાથે ઈર્ષ્યા, અસૂયા વગેરેને પ્રયોગ કરે એગ્ય છે?
૭. આ વિશ્વમાં માણસ, ગાય, ઊંટ વગેરે જે કાંઈ વિચિત્ર દેખાય છે, તે કર્મકૃત છે. ગાય, ઊંટ, રાસભ, કીડી, દેવ, નારકી વગેરે બધામાં આત્મા તે સમાન જ છે. તેનાં દર્શન, જ્ઞાન, ચારિત્ર વગેરે ગુણે પણ નિશ્ચયથી સમાન જ છે. આ જીવમાં ભવ્યત્વ (મેક્ષગમનોગ્યતા) પણ છે, આવા સમાન ગુણવાળા ભવ્ય જી સાથે લડવું એ શું વાજબી છે ?
મિત્રીભાવનાને દઢ કરવા માટે આવી અનેક વિચારણાઓ કરી શકાય તેમ છે. મુમુક્ષુ આત્માને તે વિચારણાએ સ્વયમેવ કુરે છે.
જન શાસ્ત્રો મુજબ પ્રત્યેક જીવ બીજા જીવો સાથે સર્વ સંબ માં આવ્યો છે, કારણ સંસાર અનાદિ છે.