________________
પ્રારંભિક વક્તવ્ય આ વિશ્વ જીવાજીવાત્મક છે. આપણા આત્માને જી અને અજીવો ( સચેતન–અચેતન પદાર્થો) સાથે સંબંધ અનાદિકાળને છે. તે સંબંધને યોગ્ય ન્યાય ન આપવાનાં કારણે જ આપણે અત્યાર સુધી આ સંસારમાં પરિભ્રમણ કર્યું છે. એ સંબંધના ઔચિત્યનું રહસ્ય મિથ્યાદિ ચાર ભાવનાઓમાં રહેલું છે. આ રહસ્યની સમજણ આવતાં જ આધ્યાત્મિક વિકાસ ઝડપી થાય છે.
મિત્રી એટલે સર્વ જીવોનાં હિતનું ચિંતન, પ્રમાદ એટલે ગુણેને પક્ષપાત, કરૂણ એટલે દુખીઓનાં દુઃખ દૂર કરવાની ઈચ્છા અને માધ્યચ્ય એટલે પોતાની વિષમ પરિસ્થિતિ પ્રત્યે અથવા પાપી જને પ્રત્યે ઉપેક્ષા, આ ચાર વ્યાખ્યાઓ સામાન્યથી સમજવી; વિશેષ વ્યાખ્યાઓ તે તે તે ભાવનાના વિશેષ વિવેચન પ્રસંગે કરવામાં આવશે.