________________
પિતાને મળેલાં શેડાં પણ સુખમાં તે હમેશાં તૃપ્ત રહે છે. એ આનંદથી તેને ઈષ્યભાવ અને તૃપ્તિથી તેને શેકભાવ નાશ પામે છે.
મિત્રી ભાવ ટકાવવાના ઉપાયે વૈર અને વિધરૂપી અગ્નિને પ્રગટાવનારી આ દુનિયામાં બે વસ્તુઓ છે. એક પિતે કરેલા બીજાના અપરાધેની માફી ન માંગવી અથવા પિતાનાં જ સુખની ચિન્તા કર્યા કરવી અને એ સુખ ખાતર પિતા સિવાય બીજાને ગમે તેટલી પીડા થાય તે પણ તેને ન ગણવી, અથવા પિતા સિવાય બીજાનાં સુખની ચિન્તા બિલકુલ ન કરવી અને તેના ઉપર આવેલા ગમે તેટલા કષ્ટને નિવારણ કરવાને માટે છતી શક્તિએ બેદરકારી બતાવવી. એ વસ્તુને સરળરીતે નીચે મુજબ સમજાવી શકાય.
(૧) પિતાનાં સુખની ચિન્તા કર્યા કરવી. (૨) બીજાનાં સુખની ચિન્તા બીલકુલ ન કરવી. (૩) પિતાના અપરાધની માફી કદી ન માગવી.
(૪) બીજાઓએ કરેલા અપરાધોની માફી કદી ન આપવી. મૈત્રીભાવ ટકાવવા માટે આ ચાર પ્રકારની વૃત્તિઓને ત્યજવી જોઈએ. (૧) આ માટે પિતા સિવાય બીજાઓનાં સુખની ચિન્તા પિતાના સુખની ચિન્તા જેટલી જ કરવી. (૨) બીજાઓના ઉપર આવેલા દુઃખનું નિવારણ કરવાને માટે પિતાના દુઃખ નિવારણના પ્રયત્ન એટલે જ