________________
૩.
અભ્યાસ સવારમાં ઉઠતાંની સાથે જ ભાવનાઓનું ચિંતન કરવું. આજે આ ચાર ભાવનાઓમાં હું અવશ્ય નિષ્ઠા કેળવીશ, એ દઢ સંકલ્પ પ્રતિદિન સવારમાં કરે જોઈએ. શરૂઆતના અઠવાડિયામાં જ ઓછામાં ઓછું એક વખત ચિંતન અવશ્ય કરવું. બીજા અઠવાડિયામાં
જ ઓછામાં ઓછું બે વખત ચિંતન અવશ્ય કરવું. એમ અનુક્રમે ચિંતનમાં વિકાસ સાધવે જોઈએ. દિવસમાં જેટલી વખત ચિંતન કર્યું હોય તેટલાં ટપકાં [..] “અભ્યાસ નામક કઠામાં ‘ચિંતન' નામક ખાનામાં મૂકવાં, એક વખત ચિંતન કર્યું હોય તે એક ટ૫કું [.] મૂકવું, આ જ પ્રમાણે બીજા
ખાનાઓમાં પણ સમજવું. ૪. આ કોષ્ટક સદેવ પાસે રાખવું જોઈએ. ચિંતન,
અમલ, અથવા ભંગના પ્રસંગમાં તરત જ એક
ટપકું તે તે ખાનામાં અવશ્ય મૂકવું જોઈએ. ૫. ભંગ થયા પછી તરત જ ઓછામાં ઓછા ત્રણ નવ
કાર અવશ્ય ગણવા અને ગણતી વખતે ભાવનામય એવા
પરમેષિઓનું સ્મરણ કરવું. ૬. દરરોજ સાંજના કણકનું સિંહાવલોકન કરવું અને
આજે ભાવનાઓમાં આગળ વધ્યા કે પાછા પડયા, વગેરે વિચારવું.
૧૦૬