SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ રાગાદિ આંતરિક કલેશેને ધ્વંસ કરનારી છે અને મોક્ષ માર્ગને બતાવવા માટે દીપિકાઓ છે. આ ચાર ભાવનાઓની સાથે અહર્નિશ યથેચ્છ રીતે રમત ગી અત્યંત, અતિશય અને અતીંદ્રિય એવા આત્મિક સુખને આ જ લેકમાં નિશ્ચયતઃ પામે છે. આ ભાવનાઓમાં સંલીન એ આત્મા જગતના સ્વરૂપને જાણીને મુગ્ધ બનતું નથી અને તેથી અધ્યાત્મનિશ્ચયને (સ્વરૂપ રમણતાને) પામે છે. * આ ભાવનાઓ જ્યારે સારી રીતે અભ્યસ્ત થાય છે ત્યારે ગનિદ્રા(ધ્યાન)માં ધૈર્ય આવે છે, મેહનિદ્રા દૂર થાય છે અને તત્ત્વને વિનિશ્ચય થાય છે. - જિતેંદ્રિય અને જિતકષાય એવો મેગી જ્યારે સમગ્ર વિશ્વને અહર્નિશ આ ભાવનાઓ વડે ભાવે છે, ત્યારે પરમદાસી ને પામેલે તે અહિં મુક્તાત્માની જેમ વિચરે છે. * જ્ઞાનર્ણવ, પ્રકરણ ૨૭, કલો. ૧૮. ૧૯. योगनिद्रा स्थिति धत्ते, मोहनिद्राऽपसर्पति । आसु सम्यक् प्रणीतासु, स्यान्मुनेस्तत्त्वनिश्चयः ॥१८॥ आभिर्यदानिशं विश्वं, भावयत्यखिलं वशी । तदौदासीन्यमापन्नश्चरत्यत्रैव मुक्तवत् ॥ १९ ॥ ૧૦૪
SR No.023004
Book TitleDharmbij
Original Sutra AuthorN/A
AuthorAnahat
PublisherHiralal Maniklal Shah
Publication Year1958
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy