SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ વકતવ્ય આ ચાર ભાવનાઓ અત્યંત દુર્લભ છે. પૂર્વના અનેક જન્મમાં કરેલી માગનુસારી કિયાના અભ્યાસથી પુણ્યાનુબંધિપુણ્યની પ્રાપ્તિ થાય છે અને પુણ્યાનુબંધિપુણ્યથી યુક્ત એ આત્મા મંડ્યાદિ ભાવનાઓના અભ્યાસમાં આગળ વધે છે. જેઓને જિનવચનમાં શ્રદ્ધા છે, જેઓ તેને અનુસરે છે અને જેઓ યમનિયમાદિથી સંપન્ન છે તેઓને આ ભાવનાઓ શીઘતઃ આત્મસાત્ થાય છે. રાગ, દ્વેષ, ઈર્ષા, પારકા પર અપકાર કરવાની ઈચ્છા, અસૂયા, અમર્ષ (વૈર વાળવાની વૃત્તિ), વગેરે મલાથી ભરપૂર એવું ચિત્ત જ સાધનામાં મહાન પ્રતિબંધક છે. મિથ્યાદિ ભાવનાઓના નિરંતર અભ્યાસથી આ મલે નાશ પામે છે અને સૌજન્ય, ઉદારતા, ગાંભીર્ય, હદયની વિશાળતા, વગેરે ધર્મમાં અતિ આવશ્યક એવા ગુણોને પ્રાદુર્ભાવ થાય છે. જે મિથ્યાદિભાવનાઓના અભ્યાસ વિના જ ધ્યાનાદિ સાધનાઓમાં આગળ વધવા ઈચ્છે છે તે અતિમલિન પણ દિવાલને સાફ કર્યા વગર જ તેના પર સુંદર ચિત્ર કાઢવા ઈચ્છે છે. મિથ્યાદિ ભાવનાઓને હૃદયમાં ધારણું કર્યા વિના જે ધર્મ કે તેનાં ફળને ઈચ્છે છે, લંગડો એ ૧૦ર
SR No.023004
Book TitleDharmbij
Original Sutra AuthorN/A
AuthorAnahat
PublisherHiralal Maniklal Shah
Publication Year1958
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy