________________
શક્તિ મનુષ્યના હાથમાં છે છતાં હથીયારની મદદથી તે શક્તિ વાપરીને બીજાને બચાવ કે નાશ તે કરી શકે છે, તેમ મન આદિમાં ઉપયોગ ભળીને મનાદિને પ્રવૃતિ કરાવે છે, છતાં હજી તેમાં પૂરું બળ પ્રગટ થતું નથી, એટલે એ મનાદિની સાથે મિથ્યાત્વ, અવિરતિ અને ક્રોધાદિકષાય ભળે છે. આ ચાર હેતુઓથી વિશેષ પ્રકારે કર્મને સંગ્રહ જીવ કરે છે. આ મિથ્યાત્વાદિ ચાર આવ્યા એટલે તેમના નાયક-રાજમાં મોહ, અજ્ઞાન વિગેરે પણ પ્રગટ થાય છે, હવે જીવની મુશ્કેલી વધે છે, વિશેષ પ્રકારે તે પોતાનું સ્વભાન ભૂલતે જાય છે. પિતાને અને પારકાને વિવેક-સત્યાસત્યને નિશ્ચય કરવાની શક્તિ તે ગુમાવી બેસે છે. આત્મામાં અનંત શક્તિ છે, તે આખા વિશ્વને પ્રકાશક છે, આખા વિશ્વને ધ્રુજાવવાનું બળ તેનામાં છે, પણ તે બધું શુદ્ધ ઉપગમાં હોય ત્યારે જ. એ વિજયિશિખરથી નીચા પડયા પછી કર્મને આધિન તેનું જીવન થઈ જાય છે, એક ભૂલ હજારે ભૂલ ઉપન્ન કરે છે, તેમ હવે આગળ વધવાને બદલે તે પાછો હઠતે જાય છે. કર્મનું જાળું ઉકેલવાને બદલે હવે તે જાળામાં વધારેને વધારે સપડાતે અને શુંચવા જાય છે. બકરાના ટેળામાં રહેલું સિંહનું બચ્ચું પિતાને જેમ બકરૂં માની સાથેના બકરાઓના જેવી પ્રવૃત્તિ કરે છે, તેને પિતાની જાત કે બળનું ભાન નથી રહેતું, તેમ આત્મા આ કર્મના કે અજ્ઞાનતાના ટેળામાં ભળીને પિતાને પુરૂષ, સ્ત્રી, પશુ, બાળક, નાલાયક, અશક્ત વિગેરે માને છે અને એ કર્મની પ્રકૃતિઓ