________________
કરવાથી ફરી પાછાં અશુભ કર્મનાં ડાળાં પાંખડાં ઉગી નીકળવાનાં, અને તેને લઈને વારંવાર જન્મમરણ કરવાં પડવાનાં, માટે શુભાશુભ બને કમને નાશ કરે જોઈએ. તે મૂળને નાશ કરવા બરાબર છે. તેથી ફરીને ભવ વૃક્ષમાંથી જન્મમરણાદિ ડાળાં પાંખડાં ઉગતાં અટકી જશે.
- મૂળને છેદ કરનાર તે શુદ્ધ આત્મધ્યાનને જ માર્ગ છે માટે આ નજીકને સિધ્ધ સરલ માર્ગ જેના હાથમાં આવ્યો છે, જેને તે બરાબર સમજાય છે, તેને પુન્યના લાંબા અને કિલષ્ટ રસ્તે જવાની કોઈ જરૂર નથી, પિતાના આભામાં–અંતરંગમાં બીરાજમાન શુદ્ધ આત્મસ્વરૂપનું ધ્યાન કરવાથી તેને મેક્ષની પ્રાપ્તિ થઈ શકે તેમ છે.
. આ જડ માયારૂપ દેખાતા બાહા જગતને મહાન પુરૂષ, અનાત્મિય, ઈન્દ્રજાળ સમાન વિનાશ પામનાર જાણીને, જોઇને, સ્થિર આત્મતત્વનું ધ્યાન કરવા વડે મિથ્યાત્વ રૂપ પહાડેને, અવિરતિરૂપ નદીઓને, કષાયરૂપ અગ્નિને અને લેભરૂપ સમુદ્રને એલંધીને નિર્વાણરૂપ શાંતિ સ્થાને પહોંચી જાય છે તેવા આત્મસ્વરૂપમાં સ્થિર થયેલ વીર પુરૂષેને જન્મ થવા અને વિશ્વમાં લાંબો કાળ જીવવું તે સફળ છે.
શુદ્ધ આત્મા સર્વ પદાર્થોમાં ઉત્તમ છે, સ્વસ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે, નિત્ય આનંદ સ્વરૂપ છે, કર્મ રહિત છે, સૂક્ષ્મ છે, અતીંદ્રિય પદાર્થને જાણનાર જ્ઞાનીઓને ગમ્ય છે. એજ પ્રમાણે આ ગ્રંથ બધા ગ્રંથોમાં ઉત્તમ છે, આત્મ